Get App

મધ્યપૂર્વમાં ટેન્શન વધ્યું: બ્રેન્ટ ક્રૂડ 94 ડોલરને પાર, જાણો ભારતનું ઈમ્પોર્ટ બિલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ભડકે બળશે?

અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ 94 ડોલરને પાર પહોંચી ગયું છે. જાણો ક્રૂડમાં આવેલા આ ઉછાળાથી ભારતની અર્થવ્યવસ્થા અને સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Aug 20, 2026 પર 6:23 PM
મધ્યપૂર્વમાં ટેન્શન વધ્યું: બ્રેન્ટ ક્રૂડ 94 ડોલરને પાર, જાણો ભારતનું ઈમ્પોર્ટ બિલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ભડકે બળશે?મધ્યપૂર્વમાં ટેન્શન વધ્યું: બ્રેન્ટ ક્રૂડ 94 ડોલરને પાર, જાણો ભારતનું ઈમ્પોર્ટ બિલ અને પેટ્રોલ-ડીઝલના ભાવ કેમ ભડકે બળશે?
અમેરિકાના આ કડક વલણને પગલે સળંગ ચોથા દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે.ભારતીય સમય મુજબ સાંજે 5 વાગ્યે, બ્રેન્ટ ક્રૂડ 2.63 ટકા ઉછળીને 94.02 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું.

મધ્યપૂર્વમાં ફરી એકવાર સ્થિતિ ગંભીર બની રહી છે. 20 ઓગસ્ટના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે વધેલા તણાવની સીધી અસર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ પર જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ ઉછળીને 94 ડોલરને પાર કરી ગયો છે, જ્યારે WTI ક્રૂડ 87 ડોલરની ઉપર પહોંચી ગયું છે. ક્રૂડમાં આવેલી આ તેજીની અસર સોના અને ચાંદીના બજાર પર પણ જોવા મળી રહી છે.

અમેરિકાનું આક્રમક વલણ અને મધ્યપૂર્વમાં ટેન્શન

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે અત્યંત આક્રમક વલણ અપનાવવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે ઈરાન પર એવા કડક આર્થિક પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા છે, જે અગાઉ દુનિયાના કોઈપણ દેશ પર નથી લાગ્યા. આ સાથે જ ઈરાનને આર્થિક મદદ કરતા દેશોને પણ કડક ચેતવણી આપવામાં આવી છે. જોકે, ઈરાન પર આ ધમકીઓની કોઈ અસર જોવા મળી નથી, જેના કારણે મધ્યપૂર્વમાં યુદ્ધ જેવી સ્થિતિ ઊભી થઈ છે.

સળંગ ચોથા દિવસે ક્રૂડના ભાવમાં ભડકો

અમેરિકાના આ કડક વલણને પગલે સળંગ ચોથા દિવસે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે.ભારતીય સમય મુજબ સાંજે 5 વાગ્યે, બ્રેન્ટ ક્રૂડ 2.63 ટકા ઉછળીને 94.02 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. WTI ક્રૂડ પણ 3 ટકાના વધારા સાથે 86.92 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયું છે.

કેવો રહ્યો છે ક્રૂડનો ટ્રેન્ડ?

આ વર્ષે 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષ શરૂ થયો હતો, ત્યારે બ્રેન્ટ ક્રૂડ ઉછળીને 120 ડોલર પ્રતિ બેરલની વિક્રમી સપાટીએ પહોંચી ગયું હતું. જૂન મહિનામાં બંને દેશો વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) થતાં ભાવ ઘટ્યા હતા. પરંતુ હવે સીઝફાયરનો સમય પૂરો થતાં જ ફરીથી ક્રૂડ ભડકે બળવા લાગ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો