ક્રૂડ ઓઈલમાં ઉપલા સ્તરેથી મામુલી દબાણ જોવા મળ્યું, જ્યાં બ્રેન્ટમાં 85 ડૉલરની નીચે કિંમતો પહોંચતી દેખાઈ, જોકે સ્થાનિક બજારમાં આજે પણ મજબૂતી યથાવત્ છે, ઉલ્લેખનિય છે કે EIAના રિપોર્ટ મુજબ USમાં ક્રૂડનો સ્ટોક 3.7 મિલિયન બેરલ્સથી ઘટ્યો છે, તો OPEC+એ ઉત્પાદનમાં 1.16 mbpdના કાપનો નિર્ણય લીધો છે જેની અસર હવે કિંમતો પર દેખાઈ રહી છે.

