Get App

ડોલર સામે રૂપિયો ‘મસ્ત’, 25 પૈસાનો મોટો ઉછાળો; RBIના એક માસ્ટરપ્લાનથી આખું ચિત્ર બદલાયું!

Dollar vs Rupee: ભારતીય રૂપિયો ડોલર સામે 25 પૈસા મજબૂત થઈ 92.95 પર પહોંચ્યો છે. RBI એ તેલ કંપનીઓને ડોલર ખરીદવા માટે ખાસ સૂચના આપી છે, જેનાથી રૂપિયાને સપોર્ટ મળ્યો છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.

MoneyControl Newsઅપડેટેડ Apr 17, 2026 પર 10:26 AM
ડોલર સામે રૂપિયો ‘મસ્ત’, 25 પૈસાનો મોટો ઉછાળો; RBIના એક માસ્ટરપ્લાનથી આખું ચિત્ર બદલાયું!ડોલર સામે રૂપિયો ‘મસ્ત’, 25 પૈસાનો મોટો ઉછાળો; RBIના એક માસ્ટરપ્લાનથી આખું ચિત્ર બદલાયું!
Dollar vs Rupee: ભારતીય રૂપિયો ડોલર સામે 25 પૈસા મજબૂત થઈ 92.95 પર પહોંચ્યો છે.

Dollar vs Rupee: ભારતીય કરન્સી માર્કેટમાંથી રૂપિયા માટે સારા સમાચાર સામે આવ્યા છે. શુક્રવાર, 17 એપ્રિલના રોજ અમેરિકી ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો 25 પૈસાના જોરદાર ઉછાળા સાથે 92.95 ના સ્તર પર ખુલ્યો હતો. રૂપિયાની આ મજબૂતી પાછળ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા લેવામાં આવેલું એક મહત્વનું પગલું જવાબદાર હોવાનું માનવામાં આવે છે.

RBI એ શું કરી ‘ચાલ’?

મીડિયા રિપોર્ટ્સ અને રોયટર્સના અહેવાલ મુજબ, સેન્ટ્રલ બેંકે સરકારી તેલ કંપનીઓને (Oil Refineries) બજારમાંથી સીધા ડોલર (Spot Dollar) ખરીદવાનું ઓછું કરવા જણાવ્યું છે. તેની જગ્યાએ, કંપનીઓને તેમની વિદેશી હૂંડિયામણની જરૂરિયાતો પૂરી કરવા માટે ‘સ્પેશિયલ ક્રેડિટ લાઈન’નો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

નોંધનીય છે કે આ એ જ રણનીતિ છે જે રશિયા-યુક્રેન યુદ્ધ દરમિયાન જ્યારે તેલના ભાવ આસમાને હતા ત્યારે રૂપિયાને સ્થિર કરવા માટે અપનાવવામાં આવી હતી.

તેલ કંપનીઓની ડોલર ડિમાન્ડ પર લગામ

સામાન્ય રીતે, તેલ રિફાઈનરીઓ દરરોજ અલગ-અલગ બેંકો દ્વારા મોટી માત્રામાં ડોલર ખરીદતી હોય છે. આ ભારે ખરીદીને કારણે રૂપિયા પર દબાણ વધતું હતું. હવે RBI એ સૂચના આપી છે કે સરકારી રિફાઈનરીઓએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દ્વારા ડોલર ક્રેડિટ લાઈનનો ઉપયોગ કરીને પેમેન્ટ કરવું જોઈએ. નિષ્ણાતોના મતે, તેલ કંપનીઓ ડોલરની સૌથી મોટી ખરીદદાર છે, તેથી તેમની ડિમાન્ડ ઘટતા જ રૂપિયાને તાત્કાલિક ટેકો મળ્યો છે.

વૈશ્વિક પરિબળોમાં પણ જોવા મળ્યો સુધારો

બધા સમાચાર

+ વધુુ વાંચો