Get App

કાગળની નોટો થશે ભૂતકાળ? ભારતમાં ટૂંક સમયમાં આવશે ‘પ્લાસ્ટિકની નોટો', જાણો RBIના આ મોટા નિર્ણયની વિગતો

RBI Plastic Notes: શું ભારતમાં કાગળની નોટો બંધ થશે? RBI ટૂંક સમયમાં પ્લાસ્ટિક (Polymer) નોટો લોન્ચ કરવાની તૈયારીમાં છે. જાણો આ મોટા નિર્ણય પાછળના કારણો અને સામાન્ય માણસને તેનાથી શું ફાયદો થશે.

MoneyControl Newsઅપડેટેડ May 29, 2026 પર 3:54 PM
કાગળની નોટો થશે ભૂતકાળ? ભારતમાં ટૂંક સમયમાં આવશે ‘પ્લાસ્ટિકની નોટો', જાણો RBIના આ મોટા નિર્ણયની વિગતોકાગળની નોટો થશે ભૂતકાળ? ભારતમાં ટૂંક સમયમાં આવશે ‘પ્લાસ્ટિકની નોટો', જાણો RBIના આ મોટા નિર્ણયની વિગતો
RBI Plastic Notes: શું ભારતમાં કાગળની નોટો બંધ થશે? RBI ટૂંક સમયમાં પ્લાસ્ટિક (Polymer) નોટો લોન્ચ કરવાની તૈયારીમાં છે.

RBI Plastic Notes: આજના ડિજિટલ યુગમાં જ્યાં લોકો UPI અને ઓનલાઈન પેમેન્ટનો ધૂમ ઉપયોગ કરી રહ્યા છે, છતાં દેશમાં રોકડ (Cash)ની માંગમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ભારતીય રિઝર્વ બેંક (RBI) એક મોટો અને ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, RBI ભારતમાં ફરીથી પ્લાસ્ટિક એટલે કે પોલીમર બેંકનોટ્સ (Polymer Banknotes) લાવવાની તૈયારી કરી રહી છે.

તાજેતરમાં પટના અને મુંબઈમાં યોજાયેલી RBIના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં આ મુદ્દે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે અને બહુ જલ્દી દેશમાં તેનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થઈ શકે છે.

શા માટે RBI કાગળની જગ્યાએ પ્લાસ્ટિક નોટો લાવી રહી છે?

રોકડનો વપરાશ વધવાની સાથે જ RBI પર આર્થિક અને કામગીરીનો બોજ વધી રહ્યો છે. આ મોટો નિર્ણય લેવા પાછળ મુખ્ય 3 કારણો જવાબદાર છે:

છાપકામનો તોતિંગ ખર્ચ: RBIના વાર્ષિક અહેવાલ મુજબ, નાણાકીય વર્ષ 2024-25માં નોટો છાપવાનો ખર્ચ અધધ 6372.8 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે, જે તેની પહેલાના વર્ષે 5101.4 કરોડ રૂપિયા હતો.

રોકડનું વિક્રમી ચલણ: મે મહિનાના મધ્ય સુધીમાં દેશમાં કુલ રોકડનો આંકડો રેકોર્ડ 42.86 ટ્રિલિયન પર પહોંચી ગયો છે. આ આંકડો વાર્ષિક ધોરણે 11.5%નો અધધ વધારો દર્શાવે છે.

ફાટેલી અને મેલી નોટો: માત્ર એક જ વર્ષની અંદર માર્કેટમાંથી 23.8 અબજ જેટલી જૂની, મેલી અને ફાટેલી નોટો પાછી ખેંચવી પડી છે. જેમાં 500 રૂપિયાની નોટોનો હિસ્સો સૌથી વધારે હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો