Get App

શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે? સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ઓઈલની અછતનો મોટો ખતરો

Petrol Price Hike: સાઉદી અરેબિયાની મહત્વપૂર્ણ ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર થયેલા ડ્રોન હુમલાથી ગ્લોબલ તેલ સપ્લાય ખોરવાયો છે. ક્રૂડ ઓઈલ 100 ડોલરને પાર થતાં પેટ્રોલ મોંઘુ થવાનો ખતરો છે.

MoneyControl Newsઅપડેટેડ Sep 15, 2026 પર 4:13 PM
શું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે? સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ઓઈલની અછતનો મોટો ખતરોશું ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે? સાઉદી અરેબિયા પર ડ્રોન હુમલાથી વિશ્વમાં ઓઈલની અછતનો મોટો ખતરો
સાઉદી અરેબિયાએ પર્શિયન ગલ્ફમાં કોઈ સંકટ આવે ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે અબજો ડોલરના ખર્ચે આ પાઈપલાઈન બનાવી હતી. આ હુમલા અને પાઈપલાઈન બંધ થવાને કારણે દરરોજ 4 મિલિયન (40 લાખ) બેરલ તેલની નિકાસ અટકી પડી છે.

Petrol Price Hike: જો તમે વાહન ચલાવો છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ચિંતાજનક સાબિત થઈ શકે છે. સાઉદી અરેબિયામાં થયેલા એક ભયાનક ડ્રોન હુમલાને કારણે દુનિયાભરમાં તેલની અછત સર્જાવાનો ખતરો ઊભો થયો છે. આ હુમલાની સીધી અસર વૈશ્વિક બજાર પર પડી છે અને ક્રૂડ ઓઈલના ભાવ 100 ડોલર પ્રતિ બેરલની સપાટીને વટાવી ગયા છે.

ક્યાં અને ક્યારે થયો હુમલો?

પ્રાપ્ત માહિતી અનુસાર 10 અને 11 સપ્ટેમ્બર 2026ના રોજ સાઉદી અરેબિયાની અત્યંત મહત્વપૂર્ણ એવી 'ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન' પર ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. ઇરાક તરફથી આવેલા આ ડ્રોન હુમલાએ રિયાધ અને મદીના વિસ્તારમાં આવેલા પંપ સ્ટેશનોને ભારે નુકસાન પહોંચાડ્યું છે. હુમલાખોરોએ ખૂબ જ ચાલાકીથી સીધી પાઈપલાઈનને બદલે પમ્પિંગ મશીનરીને જ નિશાન બનાવીને ઉડાવી દીધી છે. આ મશીનરીના સમારકામમાં ઓછામાં ઓછા 10 થી 15 દિવસનો સમય લાગી શકે છે. આ મોટી દુર્ઘટના બાદ સાઉદીના ઊર્જા મંત્રાલયે સાવચેતીના ભાગરૂપે આખી પાઈપલાઈનને હાલ પૂરતી બંધ કરી દીધી છે.

હુમલાથી વિશ્વને શું નુકસાન થયું?

સાઉદી અરેબિયાએ પર્શિયન ગલ્ફમાં કોઈ સંકટ આવે ત્યારે વૈકલ્પિક માર્ગ તરીકે અબજો ડોલરના ખર્ચે આ પાઈપલાઈન બનાવી હતી. આ હુમલા અને પાઈપલાઈન બંધ થવાને કારણે દરરોજ 4 મિલિયન (40 લાખ) બેરલ તેલની નિકાસ અટકી પડી છે. આ પાઈપલાઈનની કુલ ક્ષમતા રોજના 7 મિલિયન બેરલની છે અને દુનિયાના કુલ ઓઈલ સપ્લાયમાંથી 4 થી 5 ટકા હિસ્સો માત્ર આ પાઈપલાઈન પૂરો પાડે છે.

વિશ્વ બજારમાં 30 મિલિયન બેરલ તેલનો સપ્લાય ખોરવાયો

અત્યારે દુનિયા એક મોટા એનર્જી ક્રાઈસિસમાંથી પસાર થઈ રહી છે. યુદ્ધ અને તણાવની સ્થિતિને કારણે પર્શિયન ગલ્ફ, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ અલ-મંદેબ જેવા દરિયાઈ રૂટ પણ કાં તો બંધ છે અથવા તો ભારે પ્રભાવિત છે. આ તમામ પરિબળો ભેગા થતાં વિશ્વ બજારમાં દરરોજ લગભગ 30 મિલિયન બેરલ તેલનો સપ્લાય ખોરવાયો છે. સપ્લાય ઘટતા જ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો 100 ડોલરને પાર થઈ ગઈ છે. જો આ જ સ્થિતિ રહેશે તો ભારતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ભડકો થઈ શકે છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો