HDFC bond issue: હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC) એ 10 વર્ષની પાકતી મુદતવાળા બોન્ડ્સ જારી કરીને રૂ. 25000 કરોડ ઊભા કર્યા છે. ભારતમાં પ્રાઇવેટ કંપની દ્વારા જારી કરવામાં આવેલો આ સૌથી મોટો બોન્ડ ઈશ્યુ હતો. જણાવી દઈએ કે HDFC દેશની સૌથી મોટી હાઉસિંગ ફાઈનાન્સ કંપની છે. HDFC તેના બોન્ડ ઇશ્યૂ પર વાર્ષિક 7.97 ટકા વ્યાજ ચૂકવશે. બીજા શબ્દોમાં કહીએ તો, આ બોન્ડ્સનો કૂપન રેટ 2.97 ટકા છે. આ બોન્ડ 17 ફેબ્રુઆરી, 2033ના રોજ પાકશે. આ બોન્ડ ઈસ્યુમાં તમામ વીમા કંપનીઓ, પેન્શન ફંડ, બેંકો અને મ્યુચ્યુઅલ ફંડોએ ખરીદી કરી છે. HDFCએ એક પ્રેસ નોટ દ્વારા આ જાણકારી આપી છે.

