OLA: ઓનલાઈન કેબ સર્વિસ કંપની ઓલા તેના કાફલામાં 10,000 ઇલેક્ટ્રિક કાર ઉમેરશે. કંપનીએ કહ્યું કે તે હાલમાં ઇલેક્ટ્રિક કારના ટ્રાયલના અંતિમ તબક્કામાં છે. ઓલા તેની ઇલેક્ટ્રિક ટેક્સીઓના કાફલા દ્વારા ઉબેર અને બ્લુસ્માર્ટ ઇલેક્ટ્રિક મોબિલિટી સાથે કમ્પિટિશન કરશે. તમને જણાવી દઈએ કે ઉબેર પણ દિલ્હી-એનસીઆરમાં આવા જ એક પ્રોજેક્ટનો ટ્રાયલ કરી રહી છે. બ્લુસ્માર્ટનો વ્યવસાય હાલમાં ગુરુગ્રામ અને દિલ્હી અને બેંગલુરુ પૂર્વ અને દક્ષિણના ભાગો સુધી મર્યાદિત છે. કંપનીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, OLAએ જણાવ્યું હતું કે નવો કાફલો ટોચના રેટિંગ ડ્રાઇવરો દ્વારા ચલાવવામાં આવશે.

