Twitter Layoff : ટ્વિટરે ફરી એકવાર નવા માલિક એલોન મસ્ક હેઠળ મોટી છટણી કરી છે. ઇન્ટરેસ્ટીંગ વાત એ છે કે, આ વખતે ગ્લોબલ કન્ટેન્ટ મોડરેશનને હેન્ડલ કરતી ટ્રસ્ટ અને સેફ્ટી ટીમ તેમજ હેટ સ્પીચ અને હેરેસમેન્ટ યુનિટના કર્મચારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. આ ટીમો પહેલાથી જ સ્ટાફની અછતનો સામનો કરી રહી છે. ટ્વિટરની ડબલિન અને સિંગાપોરની ઓફિસમાં ડઝનેક કામદારો છટણીને કારણે પ્રભાવિત થયા છે. જેમાં તેમના ઘણા મોટા અધિકારીઓનો સમાવેશ થાય છે.

