Twitter hack : ટ્વિટરના ડેટાબેઝમાં મોટો સેંધ સામે આવી છે. એક અજાણ્યા યુઝરે હેકર ફોરમ પર ટ્વિટર સંબંધિત મોટી માત્રામાં ડેટા પબ્લીસ કર્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે તેમાં ટ્વિટરના 230 મિલિયનથી વધુ યુઝર્સના ઇમેઇલ સરનામાં અને સ્ક્રીન નામ જેવી મૂળભૂત માહિતી શામેલ છે. પોસ્ટ કરવામાં આવેલા આ ડેટામાં અગ્રણી રાજકારણીઓ, પત્રકારો અને બેંકર્સ વગેરેના નામ અને ઈમેલ એડ્રેસ આપવામાં આવ્યા છે. નિષ્ણાતોએ જણાવ્યું કે ટ્વિટરના સોફ્ટવેરમાં ખામીને કારણે આ ડેટા ચોરવામાં આવ્યો છે. જોકે, બાદમાં આ ખામી દૂર કરવામાં આવી હતી.

