Dividend Stock: કમ્પ્રેસર, પંપ અને ડીઝલ એન્જિન જેવા ઔદ્યોગિક ઉત્પાદનો બનાવતી અગ્રણી કંપની ઇંગરસોલ રેન્ડ (ઇન્ડિયા) લિમિટેડે તેના શેરધારકો માટે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કંપનીએ નાણાકીય વર્ષ 2026 માટે પ્રતિ શેર 55ના વચગાળાના ડિવિડન્ડને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ મેળવવા માટેની રેકોર્ડ ડેટ 25 નવેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે.

