Zika Virus Case Update in India: ઝિકા વાયરસનો પ્રથમ કેસ (Karnataka Reports First Zika Virus Case) કર્ણાટકમાં પ્રકાશમાં આવ્યો છે. કર્ણાટકના આરોગ્ય પ્રધાન કે સુધાકરે સોમવારે જણાવ્યું હતું કે રાયચુર જિલ્લાની પાંચ વર્ષની બાળકીમાં ઝિકા વાયરસના પહેલા કેસની પુષ્ટિ થઈ છે. મંત્રીએ એ પણ સ્પષ્ટ કર્યું કે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી કારણ કે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. તેમણે કહ્યું કે સરકાર ટૂંક સમયમાં આ અંગે માર્ગદર્શિકા જારી કરશે.

