સેન્સેક્સ અને નિફ્ટી સતત ત્રીજા સપ્તાહે સાપ્તાહિક ધોરણે બંધ થયા છે. સાપ્તાહિક ધોરણે આ સપ્તાહે સેન્સેક્સ 0.53 ટકા વધ્યો છે, જ્યારે નિફ્ટીમાં 0.49 ટકાનો વધારો થયો છે. બીજી તરફ નિફ્ટી બેન્ક 1.03 ટકા તૂટ્યો છે. આ સાથે મિડકેપ ઈન્ડેક્સમાં પણ 1.25 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. સેક્ટર સ્પેસિફિક વિશે વાત કરીએ તો, આ સપ્તાહે નિફ્ટી મીડિયા ઈન્ડેક્સ 2.77%, નિફ્ટી પીએસયુ બેંક ઈન્ડેક્સ 2.77%, નિફ્ટી રિયલ્ટી ઈન્ડેક્સ 2.69%, નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.40%, નિફ્ટી પ્રાઈવેટ બેંક ઈન્ડેક્સ 1.30% તૂટ્યો છે.