Global Market: ભારતીય બજારો માટે મિશ્ર સંકેતો જોવાને મળી રહ્યા છે. FIIsની કેશ અને વાયદા બન્નેમાં વેચવાલી જોવા મળી રહી છે. GIFT NIFTYમાં મામુલી નરમાશ સાથે કારોબાર જોવાને મળી રહ્યો છે. નવા PMની જાહેરાતથી જાપાનના નિક્કેઈમાં 4%નો ઉછાળો જોવા મળ્યો. શુક્રવારે ડાઓ જોન્સમાં 250 પોઇન્ટ્સની તેજી રહી હતી, જોકે નાસ્ડેક અને S&P 500 ફ્લેટ રહ્યા.