Canara HSBC Life IPO: બજાર હાલમાં IPO થી ધમધમી રહ્યું છે. કેનેરા HSBC લાઇફનો IPO 10 ઓક્ટોબરે ખુલશે અને 14 ઓક્ટોબરે બંધ થશે. ઇશ્યૂનો પ્રાઇસ બેન્ડ ₹100-₹106 પ્રતિ શેર છે. કેનેરા HSBC લાઇફનો IPO કેનેરા બેંક અને HSBC વચ્ચેનો સંયુક્ત સાહસ છે. કંપની વીમા વ્યવસાયમાં રોકાયેલ છે. કેનેરા બેંક આ JV માં 51% હિસ્સો ધરાવે છે, અને HSBC કંપનીમાં 26% હિસ્સો ધરાવે છે.

