SBI Funds Management IPO: ભારતીય શેરબજારમાં રોકાણ કરીને કમાણી કરવા માંગતા લોકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની SBI ફંડ્સ મેનેજમેન્ટના બહુચર્ચિત IPO નો રસ્તો હવે સંપૂર્ણપણે સાફ થઈ ગયો છે. માર્કેટ રેગ્યુલેટર SEBI એ કંપનીના ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસને પોતાની ઔપચારિક મંજૂરી આપી દીધી છે.

