Get App

CMR Green IPO Listing: શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને પહેલા જ દિવસે 43% નો તગડો નફો

સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસના શેર શેરબજારમાં 43% ના શાનદાર પ્રીમિયમ સાથે લિસ્ટ થયા છે. 192 નો શેર 275.40 પર પહોંચ્યો. જાણો કંપનીની સંપૂર્ણ આર્થિક સ્થિતિ અને ભવિષ્ય.

MoneyControl Newsઅપડેટેડ Jun 10, 2026 પર 10:44 AM
CMR Green IPO Listing: શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને પહેલા જ દિવસે 43% નો તગડો નફોCMR Green IPO Listing: શેરબજારમાં ધમાકેદાર એન્ટ્રી, રોકાણકારોને પહેલા જ દિવસે 43% નો તગડો નફો
સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસ એ નોન-ફેરસ મેટલ રિસાયક્લિંગ સેક્ટરમાં જાણીતું નામ છે. કંપની સેકન્ડરી એલ્યુમિનિયમ માર્કેટમાં કામ કરે છે અને એલ્યુમિનિયમ તથા ઝિંક એલોય બનાવવામાં મહારત ધરાવે છે.

CMR Green IPO Listing: હોન્ડા કાર્સ, બજાજ ઓટો અને મારુતિ સુઝુકી જેવી દિગ્ગજ ઓટો કંપનીઓને સર્વિસ આપતી કંપની સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસના શેર આજે સ્થાનિક શેરબજારમાં લિસ્ટ થઈ ગયા છે. આ કંપનીના આઈપીઓને રોકાણકારો તરફથી જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો, અને આજે લિસ્ટિંગના દિવસે જ કંપનીએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે.

રોકાણકારોને મળ્યો 43% નો લિસ્ટિંગ ગેઈન

આઈપીઓ હેઠળ કંપનીએ 192 ના ભાવે શેર ઓફર કર્યા હતા. આજે BSE પર આ શેર 275.40 ના સ્તરે અને NSE પર 268.00 ના ભાવે લિસ્ટ થયો છે. આનો સીધો અર્થ એ છે કે જે રોકાણકારોને આઈપીઓમાં શેર લાગ્યા હતા, તેમને સીધો 43% સુધીનો લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. જોકે, માર્કેટ ખુલ્યાના થોડા જ સમયમાં શેરમાં થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. BSE પર શેર થોડો તૂટીને 258.00 પર આવી ગયો હતો, છતાં રોકાણકારો હજુ પણ 34.38% ના શાનદાર નફામાં છે. ખાસ વાત એ છે કે કંપનીના કર્મચારીઓને આમાં વધુ ફાયદો થયો છે કારણ કે તેમને દરેક શેર પર 18 નું સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.

આઈપીઓને મળ્યો હતો 127 ગણો રિસ્પોન્સ

સીએમઆર ગ્રીનનો 631 કરોડનો આઈપીઓ 3 થી 5 જૂન સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો હતો. આ ઈશ્યુને દરેક કેટેગરીમાં ધૂમ રિસ્પોન્સ મળ્યો અને ઓવરઓલ તે 127.07 ગણો ભરાયો હતો. આ આંકડા પર નજર કરીએ તો,

ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB): 270.46 ગણો

નોન-ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (NII): 172.35 ગણો

બધા સમાચાર

+ વધુુ વાંચો