Dr Agarwal's Healthcare IPO: 29 જાન્યુઆરીથી આઈ કેર સર્વિસ પૂરી પાડતી ડૉ. અગ્રવાલ હેલ્થકેરના પબ્લીક ઇશ્યૂમાં નાણાંનું રોકાણ કરી શકાય છે. આ IPO 31 જાન્યુઆરીના રોજ બંધ થશે. એન્કર ઇન્વેસ્ટર્સ 28 જાન્યુઆરીએ બોલી લગાવી શકશે. આ શેર 5 ફેબ્રુઆરીના રોજ BSE, NSE પર લિસ્ટેડ થઈ શકે છે. ઇશ્યૂ ખુલતા પહેલા જ, ગ્રે માર્કેટમાં કંપનીના શેર રુપિયા 30ના પ્રીમિયમ અથવા રુપિયા 402ના હાઇ પ્રાઇસ બેન્ડ કરતાં 7.46 ટકાના દરે ટ્રેડ થઈ રહ્યા હતા. ગ્રે માર્કેટ એ એક અનઓથોરાઇઝ માર્કેટ છે જ્યાં કંપનીના શેર લિસ્ટિંગ થાય ત્યાં સુધી વેપાર થાય છે.