Jio Platforms IPO: Jio Platforms આ મહિને IPO લાવી શકે છે અને કંપનીએ તેના માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો IPO આવે છે તો તે દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો IPO બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, IPOને લઈને વિદેશી રોકાણકારો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. Jio Platforms, Reliance Industriesની ડિજિટલ હોલ્ડિંગ કંપની છે અને દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની Reliance Jio તેના હેઠળ આવે છે.

