નાલંદાના લોકસભા સાંસદ કૌશલેન્દ્ર કુમારે આરોપ લગાવ્યો છે કે ટાટા સન્સનો IPO જાણી જોઈને મુલતવી રાખવામાં આવી રહ્યો છે. તેમણે નાણામંત્રી નિર્મલા સીતારમણને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તમને જણાવી દઈએ કે ટાટા સન્સ એ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની છે, જે ભારતના સૌથી મોટા જૂથોમાંની એક છે. ચાર વખત લોકસભાના સાંસદ રહી ચૂકેલા કુમારે જણાવ્યું હતું કે ટાટા સન્સની જાહેર ઓફર ઘણું રોકાણ લાવી શકે છે અને સ્થાનિક શેરબજારને વેગ આપી શકે છે.