Upcoming IPO: હરિયાણા સ્થિત નોન-ફેરસ મેટલ રિસાયક્લિંગ કંપની સીએમઆર ગ્રીન ટેક્નોલોજીસે 29 ઓગસ્ટના રોજ સેબીને આઈપીઓ દ્વારા બજારમાંથી મૂડી એકત્ર કરવા માટે ફરીથી અરજી કરી છે. આ આઈપીઓ સંપૂર્ણપણે પ્રમોટર્સ અને રોકાણકાર ગ્લોબલ સ્ક્રેપ પ્રોસેસર્સના ઓફર ફોર સેલ પર આધારિત છે. તેથી, આઈપીઓની સંપૂર્ણ રકમ ઓફર ફોર સેલમાં વેચાણ કરનારા શેરધારકોને જશે, એટલે કે, કંપનીને આ આઈપીમાંથી કોઈ પૈસા મળશે નહીં. આ પ્રમોટર્સ અને ગ્લોબલ સ્ક્રેપ પ્રોસેસર્સનો કંપનીમાં 13.05 ટકા હિસ્સો છે. બાકીનો 86.95 ટકા હિસ્સો અન્ય પ્રમોટર્સ પાસે છે.