અજિત પવારની અંતિમ સફર: પ્લેન ક્રેશ પહેલાનો છેલ્લો ફોટો આવ્યો સામે, ઘડિયાળ પરથી થઈ મૃતદેહની ઓળખ | Moneycontrol Gujarati
Get App

અજિત પવારની અંતિમ સફર: પ્લેન ક્રેશ પહેલાનો છેલ્લો ફોટો આવ્યો સામે, ઘડિયાળ પરથી થઈ મૃતદેહની ઓળખ

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં નિધન. દુર્ઘટના પહેલાની છેલ્લી તસવીર આવી સામે. જાણો બારામતીમાં બનેલી દુર્ઘટનાની છેલ્લી 36 મિનિટની સંપૂર્ણ વિગત અને કઈ રીતે થઈ મૃતદેહની ઓળખ.

અપડેટેડ 07:11:08 PM Jan 28, 2026 પર
Story continues below Advertisement
ઘડિયાળ અને કપડાંથી થઈ ઓળખ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને દિગ્ગજ નેતા અજિત પવારના નિધનના સમાચારથી રાજકીય જગત સ્તબ્ધ છે. આજે સવારે બારામતીમાં થયેલા પ્લેન ક્રેશમાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ દુર્ઘટનાના થોડા સમય પહેલાની તેમની એક તસવીર સામે આવી છે, જે હવે તેમની 'આખરી તસવીર' બનીને રહી ગઈ છે.

બોડીગાર્ડ સાથેની છેલ્લી તસવીર વાયરલ અજિત પવાર આજે મુંબઈથી બારામતી એક જનસભામાં સંબોધન કરવા માટે નીકળ્યા હતા. સામે આવેલી તસવીરમાં તેઓ વિમાનમાં પોતાના બોડીગાર્ડ સાથે બેઠેલા જોવા મળે છે. પાર્ટીના નેતાઓના જણાવ્યા અનુસાર, આ તસવીર પ્લેન ટેક-ઓફ થયું તેની મિનિટો પહેલાની જ છે. કોઈને કલ્પના પણ નહોતી કે આ તેમની છેલ્લી ઉડાન સાબિત થશે.

છેલ્લી 36 મિનિટની કરૂણ કહાની

સવારે 8:10 અજિત પવારના વિમાને મુંબઈથી ઉડાન ભરી.

સવારે 8:32 વિમાન પુણેના રસ્તે બારામતી તરફ જતું દેખાયું.


સવારે 8:35 વિમાન બારામતી પહોંચ્યું, પરંતુ ધુમ્મસ અને ઓછી વિઝિબિલિટીના કારણે પાયલટે લેન્ડિંગ ટાળ્યું.

સવારે 8:46 (દુર્ઘટના)

 પાયલટે એક મોટો લૂપ લઈ 10 મિનિટ બાદ ફરી રનવે-11 પર લેન્ડિંગનો પ્રયાસ કર્યો. આ દરમિયાન વિમાન રનવે પરથી લપસીને એક ચટ્ટાન સાથે અથડાયું અને તેના ત્રણ ટુકડા થઈ ગયા. અથડામણ થતાની સાથે જ પ્લેન આગના ગોળામાં ફેરવાઈ ગયું.

ઘડિયાળ અને કપડાંથી થઈ ઓળખ દુર્ઘટના એટલી ભીષણ હતી કે મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા. અજિત પવારની ઓળખ તેમના હાથની ઘડિયાળ અને કપડાં પરથી કરવામાં આવી હતી. આ ચાર્ટર પ્લેનમાં અજિત પવાર ઉપરાંત તેમના PSO વિદીપ જાધવ, પાયલટ કેપ્ટન સુમિત કપૂર, કેપ્ટન શાંભવી પાઠક અને ફ્લાઈટ એટેન્ડન્ટ પિંકી માલી સવાર હતા. આ તમામ ૫ લોકોના મોત થયા છે.

રાજ્ય સરકારે આ દુર્ઘટના પર ઘેરો શોક વ્યક્ત કરતા 3 દિવસના રાજકીય શોકની જાહેરાત કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પાયલટે કોઈ પણ પ્રકારનો 'મેડે' કોલ કે ઈમરજન્સી સિગ્નલ આપ્યું ન હતું.

આ પણ વાંચો-Budget 2026 Halwa Ceremony: કેમ હલવો ખાધા પછી અન્ડરગ્રાઉન્ડ થઈ જાય છે અધિકારીઓ? જાણો આ રસપ્રદ પરંપરા અને તેનો ઇતિહાસ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 28, 2026 7:11 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.