એશિયન ગેમ્સ 2026: ભારતનો દબદબો! શૂટિંગમાં બીજો ગોલ્ડ, દેશના ખાતામાં અત્યાર સુધી 19 મેડલ, જાણો લેટેસ્ટ અપડેટ્સ | Moneycontrol Gujarati
Get App

એશિયન ગેમ્સ 2026: ભારતનો દબદબો! શૂટિંગમાં બીજો ગોલ્ડ, દેશના ખાતામાં અત્યાર સુધી 19 મેડલ, જાણો લેટેસ્ટ અપડેટ્સ

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતનો જલવો! 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 19 મેડલ જીત્યા. શૂટિંગમાં કમલજીત-સુરૂચિએ અપાવ્યો સુવર્ણચંદ્રક. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 10:33:21 AM Sep 25, 2026 પર
Story continues below Advertisement
અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતે કુલ 19 મેડલ જીતી લીધા છે. જેમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કઈ રમતમાં કયા ખેલાડીઓએ મેડલ જીત્યા.

Asian Games 2026: એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કરી રહ્યા છે. 25 સપ્ટેમ્બરના રોજ ભારતીય ટીમે વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. શૂટિંગમાં ભારતે વધુ એક સુવર્ણચંદ્રક પોતાના નામે કર્યો છે. આ સાથે જ ટેબલ ટેનિસ અને સ્ક્વોશ જેવી રમતોમાં પણ ભારત માટે નવા મેડલ પાકા થઈ ગયા છે.

અત્યાર સુધીના આંકડાઓ પર નજર કરીએ તો, ભારતે કુલ 19 મેડલ જીતી લીધા છે. જેમાં 2 ગોલ્ડ, 8 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કઈ રમતમાં કયા ખેલાડીઓએ મેડલ જીત્યા.

શૂટિંગમાં કમલજીત અને સુરૂચિનો કમાલ: ભારતને મળ્યો ગોલ્ડ

10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ ઇવેન્ટની ફાઇનલ મેચમાં ભારતની કમલજીત અને સુરૂચિ સિંહની જોડીએ જબરદસ્ત નિશાન સાધ્યું હતું. આ જોડીએ 484.6 પોઇન્ટના સ્કોર સાથે ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો છે. તેમણે ફાઇનલમાં દક્ષિણ કોરિયાની જોડીને 6.6 પોઇન્ટના અંતરથી હરાવી હતી.

નોંધનીય છે કે, એશિયન ગેમ્સ 2026માં આ ભારતનો બીજો ગોલ્ડ મેડલ છે. આ પહેલાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 148 રનથી હરાવીને દેશ માટે પહેલો સુવર્ણચંદ્રક જીત્યો હતો.


એથ્લેટિક્સમાં પણ ભારતની ચમક

એથ્લેટિક્સમાં પણ ભારતીય ખેલાડીઓએ નિરાશ કર્યા નથી અને દેશ માટે બે મેડલ જીત્યા છે:

સિલ્વર મેડલ: વિશાલ ટીકે, પૂવમ્મા, મનુ અને વિથ્યા રામરાજની ટીમે મિક્સ્ડ રિલે રેસમાં જોરદાર દોડ લગાવી. તેમણે 3:14.46 નો સમય લઈને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો.

બ્રોન્ઝ મેડલ: 10,000 મીટરની દોડમાં ભારતીય એથ્લેટ સીમાએ 32:50.05ના સમય સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ક્ર.સં. ખેલાડી / ટીમ ઇવેન્ટ ખેલ મેડલ
1 ઈલાવેનિલ વલારિવન, સોનમ મસ્કર અને વિદર્સા વિનોદ વિમેન્સ 10 મીટર એર રાઈફલ ટીમ નિશાનેબાજી સિલ્વર
2 ઈલાવેનિલ વલારિવન વિમેન્સ 10 મીટર એર રાઈફલ નિશાનેબાજી સિલ્વર
3 રુદ્રાંશ પાટિલ, હિમાંશુ ઢિલ્લોન અને પાર્થ રાકેશ માને મેન્સ 10 મીટર એર રાઈફલ ટીમ નિશાનેબાજી સિલ્વર
4 સુચિકા તિરિયાલ વિમેન્સ ટ્રેડિશનલ 60 કિગ્રા MMA બ્રોન્ઝ
5 રુદ્રાંશ પાટિલ મેન્સ 10 મીટર એર રાઈફલ નિશાનેબાજી બ્રોન્ઝ
6 હિમાંશુ ઢિલ્લોન મેન્સ 10 મીટર એર રાઈફલ નિશાનેબાજી સિલ્વર
7 ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વિમેન્સ ક્રિકેટ ક્રિકેટ ગોલ્ડ
8 રાઈજા ઢિલ્લોન, માહેશ્વરી ચૌહાણ અને પરિનાજ ધાલીવાલ વિમેન્સ સ્કીટ ટીમ નિશાનેબાજી બ્રોન્ઝ
9 અનંતજીત સિંહ નરુકા, મેરાજ અહમદ ખાન અને ભવતેષ સિંહ ગિલ મેન્સ સ્કીટ ટીમ નિશાનેબાજી બ્રોન્ઝ
10 જય મીણા મેન્સ સિંગલ્સ સોફ્ટ ટેનિસ બ્રોન્ઝ
11 મીરાબાઈ ચાનૂ વિમેન્સ 49 કિગ્રા વેટલિફ્ટિંગ સિલ્વર
12 ભારતીય પુરુષ બેડમિન્ટન ટીમ મેન્સ ટીમ બેડમિન્ટન બેડમિન્ટન બ્રોન્ઝ
13 સતનામ સિંહ, સલમાન ખાન મેન્સ ડબલ સ્કલ્સ રોઇંગ બ્રોન્ઝ
14 રોશિબિના દેવી નાઓરેમ વિમેન્સ 60 કિગ્રા વુશુ સિલ્વર
15 અનંતજીત સિંહ નરુકા, પરિનાજ ધાલીવાલ મિક્સ્ડ સ્કીટ ટીમ નિશાનેબાજી બ્રોન્ઝ
16 સીમા વિમેન્સ 10000 મીટર એથ્લેટિક્સ બ્રોન્ઝ
17 મિક્સ્ડ 4x400 મીટર રિલે ટીમ મિક્સ્ડ 4x400 મીટર રિલે એથ્લેટિક્સ સિલ્વર
18 ઐશ્વર્ય પ્રતાપ તોમર, રુદ્રાંશ પાટિલ અને નીરજ કુમાર મેન્સ 50 મીટર રાઈફલ 3 પોઝિશન ટીમ નિશાનેબાજી સિલ્વર
19 કમલજીત અને સુરુચિ સિંહ 10 મીટર એર પિસ્તોલ મિક્સ્ડ ટીમ નિશાનેબાજી ગોલ્ડ

અન્ય રમતોમાં ભારતીય ખેલાડીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન

ભારતે માત્ર એક-બે નહીં પરંતુ અનેક રમતોમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. અન્ય મેડલ વિજેતાઓની યાદી નીચે મુજબ છે:

શૂટિંગ: મિક્સ્ડ ટીમ સ્કીટમાં અનંતજીત નરુકા અને પરિનાજ ધાલીવાલની જોડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ ઉપરાંત પુરુષો અને મહિલાઓની સ્કીટ ટીમોએ પણ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. 10 મીટર એર રાઇફલ ઇવેન્ટમાં હિમાંશુ ઢિલ્લોને સિલ્વર અને રુદ્રાંક્ષ પાટિલે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

વેઇટલિફ્ટિંગ: ભારતની સ્ટાર વેટલિફ્ટર મીરાબાઈ ચાનુંએ કુલ 198 કિલો વજન ઉઠાવીને પોતાનો પહેલો એશિયાર્ડ મેડલ (બ્રોન્ઝ) જીત્યો છે.

વુશુ: મહિલાઓની સિંડા 60 કિલો કેટેગરીમાં રોશિબિના દેવીએ સિલ્વર મેડલ હાંસલ કર્યો છે.

રોઇંગ: પુરુષોની ડબલ્સ સ્કલ્સ ઇવેન્ટમાં સતનામ સિંહ અને સલમાન ખાને શાનદાર પ્રદર્શન કરતા બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

એમએમએ (MMA): ટ્રેડિશનલ 60 કિલો એમએમએ ઇવેન્ટમાં સુચિકા તારિયાલે દેશ માટે બ્રોન્ઝ મેડલ જીત્યો છે.

ટેબલ ટેનિસ અને સ્ક્વોશમાં મેડલ કન્ફર્મ

ભારત માટે આવનારા દિવસોમાં મેડલની સંખ્યા વધવાની પૂરી શક્યતા છે. ટેબલ ટેનિસ મિક્સ્ડ ડબલ્સમાં દિયા ચિતલે અને માનુષ શાહની જોડી સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે, જેનાથી મેડલ પાકો થઈ ગયો છે. આ જ રીતે, સ્ક્વોશ મિક્સ્ડ ડબલ્સમાં પણ જોશના ચિનપ્પા અને વેલાવન સેન્થિલકુમારની જોડીએ સેમિફાઇનલમાં એન્ટ્રી મારીને દેશ માટે વધુ એક મેડલ નિશ્ચિત કરી દીધો છે.

એશિયન ગેમ્સ 2026માં ભારતીય ખેલાડીઓનો આત્મવિશ્વાસ સાતમા આસમાને છે. યુવા અને અનુભવી ખેલાડીઓનું આ સંતુલિત પ્રદર્શન દર્શાવે છે કે આવનારા દિવસોમાં ભારતનો મેડલ ટેલી હજુ વધુ મજબૂત બનશે. આખો દેશ આ ખેલાડીઓ પર ગર્વ અનુભવી રહ્યો છે.

આ પણ વાંચો- 8th Pay Commission: સરકારી કર્મચારીઓની લાગશે લોટરી! ન્યૂનતમ પેન્શન 45,000 અને OPS ફરી લાગુ કરવા ઉઠી જોરદાર માંગ

MoneyControl News

MoneyControl News

First Published: Sep 25, 2026 10:33 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.