એશિયન ગેમ્સ 2026 સેમિફાઇનલ: ભારતે પાકિસ્તાનને 4-3 થી ધૂળ ચટાડી, રોમાંચક મેચ જીતી ગોલ્ડ મેડલ તરફ કરી આગેકૂચ | Moneycontrol Gujarati
Get App

એશિયન ગેમ્સ 2026 સેમિફાઇનલ: ભારતે પાકિસ્તાનને 4-3 થી ધૂળ ચટાડી, રોમાંચક મેચ જીતી ગોલ્ડ મેડલ તરફ કરી આગેકૂચ

એશિયન ગેમ્સ 2026ના મેન્સ હોકી સેમિફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 4-3 ના રોમાંચક મુકાબલામાં હરાવ્યું છે. અંતિમ મિનિટમાં અભિષેકે નિર્ણાયક ગોલ કરી ભારતને ફાઇનલમાં પહોંચાડ્યું.

અપડેટેડ 03:19:38 PM Oct 01, 2026 પર
Story continues below Advertisement
બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી સેકન્ડ સુધી ભારે રોમાંચ જોવા મળ્યો હતો, પરંતુ અંતે બાજી ભારતના હાથમાં રહી.

Asian Games 2026 Semi-Final: એશિયન ગેમ્સ 2026માં ભારતીય પુરુષ હોકી ટીમે ધમાકેદાર પ્રદર્શન કરતા કટ્ટર હરીફ પાકિસ્તાનને સેમિફાઇનલ મુકાબલામાં 4-3 ના અંતરથી ધૂળ ચટાડી દીધી છે. આ શાનદાર જીત સાથે ભારતે ગોલ્ડ મેડલ મેચ માટે ફાઇનલમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. બંને ટીમો વચ્ચે રમાયેલી આ મેચમાં છેલ્લી સેકન્ડ સુધી ભારે રોમાંચ જોવા મળ્યો હતો, પરંતુ અંતે બાજી ભારતના હાથમાં રહી.

પ્રથમ હાફમાં ભારતનો દબદબો: 3-1 ની લીડ

ભારતીય ટીમે મેચની શરૂઆતથી જ પાકિસ્તાન પર આક્રમક રમત બતાવી હતી.પ્રથમ ક્વાર્ટરની શરૂઆતની 5 મિનિટમાં જ ભારતને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા હતા, જેમાંથી એકમાં સફળતા મળી અને પ્રથમ ક્વાર્ટરના અંતે ભારત 1-0 થી આગળ હતું.

બીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમના કેપ્ટન હરમનપ્રીત સિંહે શાનદાર પ્રદર્શન કરતા મેચમાં પોતાનો પહેલો ગોલ ફટકારીને ભારતને 2-0 ની લીડ અપાવી હતી.ત્યારબાદ થોડી જ વારમાં સુખજીત સિંહે જબરદસ્ત ફિલ્ડ ગોલ કરીને સ્કોર 3-0 કરી દીધો હતો.

જોકે, બીજા ક્વાર્ટરના અંત ભાગમાં પાકિસ્તાને પોતાનું ખાતું ખોલાવ્યું અને એક ગોલ કર્યો. આમ, હાફ ટાઈમ સુધી સ્કોર ભારતની તરફેણમાં 3-1 રહ્યો હતો.


પાકિસ્તાનનું કમબેક અને મેચમાં કાંટાની ટક્કર

ત્રીજા ક્વાર્ટરની શરૂઆત થતા જ પાકિસ્તાની ટીમે વળતો પ્રહાર શરૂ કર્યો અને ભારતીય ડિફેન્સ પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો. આ જ ક્વાર્ટરના અંતે પાકિસ્તાને પોતાનો બીજો ગોલ કરીને મેચને 3-2 ના સ્કોર પર લાવી દીધી. ત્યારબાદ ચોથા ક્વાર્ટરમાં પાકિસ્તાને ત્રીજો ગોલ ફટકારીને મેચને 3-3 ની બરાબરી પર લાવી દીધી હતી. આ સમયે બંને ટીમોના ખેલાડીઓ પર ભારે દબાણ જોવા મળી રહ્યું હતું.

અભિષેકનો નિર્ણાયક ગોલ અને ભારતની શાનદાર જીત

જ્યારે સ્કોર 3-3 ની બરાબરી પર હતો અને રમતની છેલ્લી મિનિટો ચાલી રહી હતી, ત્યારે ભારતીય ખેલાડી અભિષેકે કમાલ કરી બતાવ્યો. તેણે દબાણભર્યા માહોલમાં એક નિર્ણાયક ફિલ્ડ ગોલ ફટકારીને ભારતની જીત પર મહોર મારી દીધી. આ અંતિમ ગોલની મદદથી ભારતે પાકિસ્તાન સામે પોતાનો દબદબો જાળવી રાખીને 4-3 થી મેચ પોતાના નામે કરી લીધી.

આ પણ વાંચો-Smit Machchhar: 'એક ભારતીયે 9/11 થતાં બચાવી લીધું...'પીએમ મોદીએ કેપ્ટન સ્મિત મચ્છારની બહાદુરીને કરી સલામ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 01, 2026 3:19 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.