અમેરિકાનો મોટો ઝટકો: ઈરાન સાથે તેલનો વેપાર કરવા બદલ ભારતની 4 કંપનીઓ અને 3 નાગરિકો બ્લેકલિસ્ટ
US Sanctions on India: અમેરિકાએ ઈરાન સાથે તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો વેપાર કરવા બદલ ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ ભારતની 4 કંપનીઓ અને 3 નાગરિકો પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. જાણો સંપૂર્ણ વિગત.
અમેરિકી વિદેશ વિભાગે ઈરાનના સૈન્ય નેટવર્ક, નાણાકીય લેવડદેવડ અને ઓઈલ ટ્રેડને તોડવા માટે દુનિયાભરની લગભગ 60 સંસ્થાઓ, વ્યક્તિઓ અને જહાજો પર તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી છે. આ જ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે ભારતીય કંપનીઓ પર પણ આકરા પગલાં લેવાયા છે.
US Sanctions on India: અમેરિકાના નવા ટ્રમ્પ વહીવટીતંત્રે ઈરાન પર પોતાનો આર્થિક સકંજો વધુ કડક બનાવ્યો છે. ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ અને પેટ્રોકેમિકલ ઉત્પાદનો ખરીદવા બદલ અમેરિકાએ ભારતની 4 મોટી કંપનીઓ અને 3 નાગરિકો પર આકરા પ્રતિબંધો લગાવી દીધા છે. 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ લેવાયેલા આ મોટા પગલાને કારણે 1000 કરોડ રૂપિયાથી વધુના વેપારી સોદાઓ સીધા તપાસના ઘેરામાં આવી ગયા છે.
અમેરિકી વિદેશ વિભાગે ઈરાનના સૈન્ય નેટવર્ક, નાણાકીય લેવડદેવડ અને ઓઈલ ટ્રેડને તોડવા માટે દુનિયાભરની લગભગ 60 સંસ્થાઓ, વ્યક્તિઓ અને જહાજો પર તાજેતરમાં જ મોટી કાર્યવાહી કરી છે. આ જ વૈશ્વિક અભિયાનના ભાગરૂપે ભારતીય કંપનીઓ પર પણ આકરા પગલાં લેવાયા છે.
કઈ 4 ભારતીય કંપનીઓ પર લાગ્યો પ્રતિબંધ?
અમેરિકન પ્રશાસનના રિપોર્ટ મુજબ, નીચે આપેલી કંપનીઓએ ઈરાન સાથે મોટા પાયે પેટ્રોકેમિકલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનો ગેરકાયદેસર વેપાર કર્યો હતો:
Portease Partners LLP: આ એક કસ્ટમ બ્રોકર ફર્મ છે. તેના પર આરોપ છે કે તેણે ઈરાનથી ભારતમાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટ્સ લાવવા અને તેના ટ્રાન્સપોર્ટેશનમાં મોટી ભૂમિકા ભજવી હતી.
Sadashiva Overseas Ltd: રિપોર્ટ અનુસાર, આ કંપનીએ ફેબ્રુઆરી 2024 થી જૂન 2025 વચ્ચે અંદાજે 6.9 કરોડ ડોલર (આશરે 575 કરોડ રૂપિયા) ના ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત કરી છે.
PP Softtech Pvt Ltd: જાન્યુઆરી 2024 થી જૂન 2025 ના સમયગાળા દરમિયાન આ કંપની પર લગભગ 2.5 કરોડ ડોલર (આશરે 208 કરોડ રૂપિયા) ના ઈરાની તેલ ઉત્પાદનો ખરીદવાનો આરોપ મુકવામાં આવ્યો છે.
Prakrutees Infra Impex India Pvt Ltd: આ કંપનીએ મે 2023 થી ફેબ્રુઆરી 2026 ના સમયગાળાના કરારો હેઠળ લગભગ 2.5 કરોડ ડોલર (આશરે 208 કરોડ રૂપિયા) ના ઈરાની પેટ્રોલિયમ ઉત્પાદનોની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે.
બ્લેકલિસ્ટ થયેલા 3 ભારતીય નાગરિકો કોણ છે?
અમેરિકી વિદેશ વિભાગે માત્ર કંપનીઓ જ નહીં, પરંતુ આ કંપનીઓ સાથે જોડાયેલા ત્રણ મુખ્ય અધિકારીઓને પણ વ્યક્તિગત રીતે બ્લેકલિસ્ટ કર્યા છે:
અમેરિકાએ આ તમામ લોકો અને કંપનીઓ પર એક્ઝિક્યુટિવ ઓર્ડર 13846 હેઠળ કડક કાર્યવાહી કરી છે. આ કાયદો અમેરિકન સરકારને એવી વિદેશી સંસ્થાઓ પર પ્રતિબંધ મુકવાનો અધિકાર આપે છે, જેઓ જાણીજોઈને ઈરાન સાથે ઓઈલ કે પેટ્રોકેમિકલના મોટા આર્થિક વ્યવહારો કરે છે.
શું છે ‘ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ'?
અમેરિકાના નાણામંત્રી સ્કોટ બેસેન્ટ દ્વારા આ નવા અને અત્યંત આક્રમક અભિયાનની જાહેરાત કરવામાં આવી છે. 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' નો મુખ્ય ઉદ્દેશ્ય ઈરાનના ઇન્ટરનેશનલ ટ્રેડ અને ફાઇનાન્સિયલ નેટવર્કને સંપૂર્ણપણે કાપી નાખવાનો છે. અમેરિકાનું સ્પષ્ટ કહેવું છે કે ઈરાન ક્રૂડ ઓઇલ વેચીને જે કમાણી કરે છે, તેનો ઉપયોગ તે પડોશી દેશો પર હુમલા કરવા, સૈન્ય ગતિવિધિઓ વધારવા અને વૈશ્વિક અશાંતિ ફેલાવવામાં કરે છે.
ભારતીય વેપાર પર શું અસર પડશે?
વોશિંગ્ટને દુનિયાભરની સરકારો અને પ્રાઇવેટ કંપનીઓને ખુલ્લી ચેતવણી આપી છે કે તેઓ બ્લેકલિસ્ટ થયેલી ઈરાની સંસ્થાઓ સાથે કોઈ પણ પ્રકારનો વેપાર ન કરે. જો કોઈ આવું કરશે, તો તેમને અમેરિકાના સેકન્ડરી સેક્શન્સનો સામનો કરવો પડશે.
ભારતની આ 4 કંપનીઓ પર લાગેલા પ્રતિબંધને કારણે હવે તેમના આંતરરાષ્ટ્રીય બેન્કિંગ વ્યવહારો, અમેરિકન ડોલરમાં થતી લેવડદેવડ અને વિદેશી વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ જશે. અમેરિકાના આ કડક વલણને કારણે ભારત સહિત દુનિયાભરની આયાત-નિકાસ સાથે જોડાયેલી કંપનીઓ માટે હવે બિઝનેસમાં મોટું જોખમ ઊભું થયું છે.