Get App

COP31 Climate Summit Failure: ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ! વૈશ્વિક નેતાઓ આમને-સામને, જાણો કેમ થયો ફિયાસ્કો

COP31 Climate Summit Failure: તુર્કીના અંતાલ્યામાં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની COP31 ક્લાઇમેટ સમિટ કોઈપણ સમજૂતી વિના જ નિષ્ફળ રહી છે. વર્ષ 2009 પછી પ્રથમ વખત આવું બન્યું છે. જાણો કયા મુદ્દે દેશો વચ્ચે થયો ટકરાવ.

MoneyControl Newsઅપડેટેડ Nov 23, 2026 પર 1:19 PM
COP31 Climate Summit Failure: ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ! વૈશ્વિક નેતાઓ આમને-સામને, જાણો કેમ થયો ફિયાસ્કોCOP31 Climate Summit Failure: ઈતિહાસની સૌથી લાંબી UN ક્લાઈમેટ સમિટ કોઈપણ કરાર વિના જ રદ! વૈશ્વિક નેતાઓ આમને-સામને, જાણો કેમ થયો ફિયાસ્કો
વર્ષ 2009 પછી પહેલીવાર એવું બન્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈપણ સમજૂતી વિના જ સમેટાઈ ગઈ હોય. આ સાથે જ આ સંમેલન સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસનું સૌથી લાંબું ચાલેલું સંમેલન પણ બની ગયું છે.

COP31 Climate Summit Failure: સમગ્ર વિશ્વમાં સતત વધી રહેલા તાપમાન અને ક્લાઇમેટ ચેન્જના ગંભીર પડકારો વચ્ચે તુર્કીના અંતાલ્યા (Antalya)માં યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રની 'COP31 ક્લાઇમેટ સમિટ'નો મોટો ફિયાસ્કો થયો છે. આ મહત્વપૂર્ણ વૈશ્વિક સમિટ કોઈપણ અંતિમ સમજૂતી કે કરાર વિના જ પૂરી થઈ ગઈ છે.

અશ્મિભૂત ઇંધણ (Fossil Fuels) એટલે કે કોલસો, તેલ અને ગેસનો ઉપયોગ ઘટાડવા અંગે સ્પષ્ટ પ્રતિબદ્ધતાના અભાવે યુરોપિયન યુનિયન, પનામા અને નાના ટાપુ દેશોએ અંતિમ પ્રસ્તાવનો ભારે વિરોધ કર્યો હતો. નિર્ધારિત કાર્યક્રમ મુજબ આ સમિટ 20 નવેમ્બરે પૂરી થવાની હતી, પરંતુ સહમતી સાધવા માટે તે 2 દિવસ વધુ ચાલી હતી. તેમ છતાં દેશો વચ્ચે એકમત થઈ શક્યો નહીં.

નોંધનીય છે કે વર્ષ 2009 પછી પહેલીવાર એવું બન્યું છે કે સંયુક્ત રાષ્ટ્રની વાર્ષિક ક્લાઇમેટ સમિટ કોઈપણ સમજૂતી વિના જ સમેટાઈ ગઈ હોય. આ સાથે જ આ સંમેલન સંયુક્ત રાષ્ટ્રના ક્લાઇમેટ ઇતિહાસનું સૌથી લાંબું ચાલેલું સંમેલન પણ બની ગયું છે.

અશ્મિભૂત ઇંધણ (કોલસો, તેલ, ગેસ)ના મુદ્દે દેશો વચ્ચે સીધો ટકરાવ

બધા સમાચાર

+ વધુુ વાંચો