ટ્રમ્પની નવી ચેતવણીથી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, બહેરીનમાં અમેરિકન સૈન્ય મથકો પર હુમલાથી વાતચીત ફરી બગડવાના એંધાણ | Moneycontrol Gujarati
Get App

ટ્રમ્પની નવી ચેતવણીથી અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધ્યો, બહેરીનમાં અમેરિકન સૈન્ય મથકો પર હુમલાથી વાતચીત ફરી બગડવાના એંધાણ

અમેરિકા અને ઈરાન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પે નવા વર્ષ પછી પણ સમજૂતી ન થાય તો ઈરાન પર સૈન્ય કાર્યવાહીની ચેતવણી આપી છે. જાણો બહેરીન હુમલા અને હોર્મુઝ સ્ટ્રેટની વિગત.

અપડેટેડ 01:02:46 PM Nov 23, 2026 પર
Story continues below Advertisement
ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીતની રણનીતિની આકરી ટીકા કરી હતી.

Strait of Hormuz Crisis: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચતો દેખાઈ રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અને બંને દેશો વચ્ચે સમજૂતી કરવા માટે ચાલી રહેલી વાતચીત પર ફરી સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના આકરા નિવેદન અને બહેરીનમાં આવેલા અમેરિકન સૈન્ય મથકો પર ઈરાનના મિસાઈલ તથા ડ્રોન હુમલાના દાવાએ પરિસ્થિતિને વધુ ગંભીર બનાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે જો નવા વર્ષ પછી પણ બંને દેશો વચ્ચે કોઈ સમજૂતી નહીં થાય, તો તેઓ ઈરાન પર સૈન્ય કાર્યવાહી કરવાના પક્ષમાં છે. આનાથી હોર્મુઝ સ્ટ્રેટ અંગેની વાતચીત આગળ વધવાની આશાઓને મોટો ઝટકો લાગ્યો છે.

ઈરાન પર સૈન્ય હુમલાના પક્ષમાં ટ્રમ્પ, અધિકારીઓને ગણાવ્યા 'ટેપ ડાન્સર્સ'


ફોક્સ ન્યૂઝના રિપોર્ટ મુજબ, રવિવારે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેની વાતચીતની રણનીતિની આકરી ટીકા કરી હતી. ટ્રમ્પના નિવેદનના મુખ્ય મુદ્દાઓ નજર કરીએ તો, ટ્રમ્પે કહ્યું કે જો નવા વર્ષ પછી પણ ઈરાન સાથે કોઈ ડીલ કે સમજૂતી નહીં થાય, તો તેઓ ઈરાન પર સૈન્ય હુમલો કરવાના પક્ષમાં છે. ટ્રમ્પે ઈરાનના વાતચીત કરનારા અધિકારીઓને 'પ્રોફેશનલ ટેપ ડાન્સર્સ' ગણાવ્યા હતા.

તેમણે ઈરાન સાથે ચાલી રહેલી વાતચીતને નકામી ગણાવતા કહ્યું કે ત્યાના અધિકારીઓ સતત વાતો તો કરતા રહે છે, પરંતુ હકીકતમાં તેમાંથી કોઈ નક્કર પરિણામ નીકળતું નથી અને માત્ર વાતો જ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ અગાઉ પણ ઈરાન દ્વારા સમજૂતી માટે મૂકવામાં આવેલી શરતો પર નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે. તેમના તાજા નિવેદનથી સ્પષ્ટ છે કે વાતચીત ચાલુ હોવા છતાં બંને દેશો વચ્ચેનો તણાવ જરાય ઓછો થયો નથી.

હોર્મુઝ સ્ટ્રેટ અને ગાઝા મુદ્દે ઈરાને મૂક્યો પોતાનો પક્ષ

ટ્રમ્પના આ નિવેદનના એક દિવસ પહેલા જ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પોતાનો પક્ષ મૂકતા કહ્યું હતું કે, જો અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ યોગ્ય શરતો માની લે અને પોતાના જૂના વચનો પૂરા કરે, તો હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું મુશ્કેલ નહીં હોય.

આ સાથે જ તેમણે ગાઝાની વર્તમાન સ્થિતિને 'સાઇલન્ટ જેનોસાઇડ' ગણાવી હતી અને ગાઝાની હાલત પર ચર્ચા કરવા માટે ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક કોઓપરેશનને તાત્કાલિક ઇમરજન્સી બેઠક બોલાવવાની અપીલ કરી હતી.

બહેરીનમાં અમેરિકન એર ડિફેન્સ રડાર પર હુમલાનો દાવો

અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવની વચ્ચે ઈરાનની 'ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સએ બહેરીનના 'અલ રિફા' અને 'અવાલી' સૈન્ય મથકો પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યાનો મોટો દાવો કર્યો છે. અલ જઝીરાના રિપોર્ટ અનુસાર, આ સૈન્ય મથકો પર અમેરિકાની પેટ્રિયટ એર ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલા 2 રડાર નિશાના પર હતા.

IRGC એ આ હુમલાને ઈરાની એરસ્પેસમાં અમેરિકન MQ-1 અને MQ-9 ડ્રોનની કથિત ઘૂસણખોરી અને હેંગમ આઇલેન્ડ પર આવેલી રડાર સાઇટ પર થયેલા હુમલાનો વળતો જવાબ ગણાવ્યો છે. જોકે, આ હુમલામાં થયેલા નુકસાનની હજુ સુધી કોઈ સ્વતંત્ર પુષ્ટિ થઈ શકી નથી, પરંતુ આ ઘટનાક્રમથી બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા ફરી ખોરંભે પડવાની પૂરેપૂરી શક્યતા છે.

આ પણ વાંચો-Goa Politics: CJP એ ભાજપની દુઃખતી નસ દબાવી! કહ્યું- 'કોકરોચ ક્યારેય નહીં મરે, ગોવામાંથી કલમ 39-A હટાવો'

MoneyControl News

MoneyControl News

First Published: Nov 23, 2026 1:02 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.