Elon Musk ભડક્યા Google અને Appleની ‘દોસ્તી’ પર, કહી દીધી આ મોટી વાત | Moneycontrol Gujarati
Get App

Elon Musk ભડક્યા Google અને Appleની ‘દોસ્તી’ પર, કહી દીધી આ મોટી વાત

Google Apple Partnership: એલન મસ્કે Google અને Apple વચ્ચેની નવી પાર્ટનરશિપનો વિરોધ કર્યો છે. જાણો મસ્કને કેમ લાગે છે કે આ ‘દોસ્તી’ જોખમી છે અને તેનાથી iPhone યુઝર્સને શું ફાયદો થશે. વાંચો વિગતવાર અહેવાલ.

અપડેટેડ 10:10:19 AM Jan 15, 2026 પર
Story continues below Advertisement
Google Apple Partnership: એલન મસ્કે Google અને Apple વચ્ચેની નવી પાર્ટનરશિપનો વિરોધ કર્યો છે.

Google Apple Partnership: ટેક દુનિયાના દિગ્ગજ એવા એલન મસ્ક (Elon Musk) ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. આ વખતે તેમણે દુનિયાની બે મોટી કંપનીઓ Google અને Apple વચ્ચે થયેલી નવી પાર્ટનરશિપ સામે વાંધો ઉઠાવ્યો છે. મસ્કે આ ભાગીદારીને ખોટી ગણાવી છે અને કહ્યું છે કે આનાથી એક જ કંપની પાસે વધુ પડતી સત્તા આવી જશે.

મસ્કને કેમ વાંધો છે?

એલન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતે આકરી પ્રતિક્રિયા આપી છે. હકીકતમાં, Apple અને Google વચ્ચે iPhoneના વોઈસ આસિસ્ટન્ટ ‘Siri’ને લઈને એક સમજૂતી થઈ છે. આ ડીલ મુજબ, Appleના નવા જનરેશનના સિરીમાં Google Assistant AIનો ઉપયોગ કરવામાં આવશે.

આ સમાચાર પર રિએક્ટ કરતા મસ્કે કહ્યું કે, Google પાસે પહેલાથી જ Android અને Chrome જેવા મોટા પ્લેટફોર્મ છે. હવે જો Apple પણ તેમને એક્સેસ આપી દેશે, તો Googleની તાકાત અને એકાધિકાર (Monopoly) ખૂબ વધી જશે. મસ્કના મતે, Apple એ પોતાનું AI ગૂગલને સોંપવું ન જોઈએ, કારણ કે આ ‘અનુચિત શક્તિનું કેન્દ્રીકરણ’ છે.

xAI અને Apple વચ્ચે પહેલાથી જ ચાલે છે વિવાદ


તમને જણાવી દઈએ કે, એલન મસ્ક પોતે પણ AI ક્ષેત્રે કામ કરી રહ્યા છે. તેમની કંપની xAI એ થોડા સમય પહેલા જ ‘Grok’ નામનું AI લોન્ચ કર્યું હતું. મસ્ક અને Apple વચ્ચે પહેલાથી જ તણાવ ચાલી રહ્યો છે. મસ્કની કંપનીએ Apple અને OpenAI પર કેસ પણ કર્યો છે. તેમનો આરોપ છે કે Apple App Storeની પોલિસી તેમના AI ટૂલ Grok માટે નુકસાનકારક છે.

Grok પર પણ ઉઠ્યા છે સવાલો

એલન મસ્ક ભલે બીજાની ટીકા કરતા હોય, પણ તેમનું પોતાનું AI ટૂલ Grok પણ વિવાદોમાં ઘેરાયેલું છે. Grok દ્વારા જનરેટ કરવામાં આવેલા કેટલાક આપત્તિજનક કન્ટેન્ટને લઈને ઈન્ડોનેશિયા અને મલેશિયા જેવા દેશોમાં તેને બેન કરી દેવામાં આવ્યું છે.

માત્ર વિદેશમાં જ નહીં, પણ ભારતમાં પણ આ અંગે સવાલો ઉઠ્યા હતા. ભારત સરકારના IT મંત્રાલયે વાંધો ઉઠાવ્યા બાદ, મસ્કના પ્લેટફોર્મે Grok પરથી તે વાંધાજનક કન્ટેન્ટ હટાવી લીધું હતું. યુરોપિયન યુનિયને પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

iPhone યુઝર્સને શું ફાયદો થશે?

ભલે મસ્કને આ ડીલ ન ગમી હોય, પરંતુ iPhone વાપરતા લાખો યુઝર્સ માટે આ સારા સમાચાર હોઈ શકે છે. Google અને Apple ની આ ભાગીદારીથી iPhone, iPad અને Apple ના અન્ય ડિવાઈસમાં મળતું Siri પહેલા કરતા વધુ સ્માર્ટ બનશે. તેમાં Google Gemini નો સપોર્ટ મળશે, જેનાથી યુઝર્સ ઘણા મુશ્કેલ કામ સરળતાથી કરી શકશે. Apple ની એપ્સમાં લાઈવ ટ્રાન્સલેશન જેવા દમદાર ફીચર્સ મળશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ સર્વિસ માટે Apple દર વર્ષે Google ને લગભગ 1 બિલિયન ડોલર જેટલી મોટી રકમ ચૂકવશે. હવે જોવાનું એ રહે છે કે આ બે ટેક જાયન્ટ્સની દોસ્તી આગળ જતા શું નવા રંગ લાવે છે.

આ પણ વાંચો- મુંબઈનો 'કિંગ' કોણ? BMC સહિત 29 જગ્યાએ વોટિંગ શરૂ, અક્ષય કુમારે કહ્યું- ‘આપણા હાથમાં છે રિમોટ કંટ્રોલ'

MoneyControl News

MoneyControl News

First Published: Jan 15, 2026 10:10 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.