ભારત હવે વિશ્વભરના રોકાણકારો માટે રોકાણનું મુખ્ય સ્થળ બની રહ્યું છે. અમે આ નથી કહી રહ્યા, પરંતુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે FDIના આંકડા તેની સાક્ષી આપી રહ્યા છે, જે એપ્રિલ 2000થી સપ્ટેમ્બર 2024 સુધીમાં 1000 બિલિયન ડૉલર અથવા એક ટ્રિલિયન ડૉલરને વટાવી ગયું છે. આ કારણે ભારતને વૈશ્વિક સ્તરે સલામત અને મુખ્ય રોકાણ સ્થળ તરીકે ઓળખવામાં આવી છે. દરમિયાન, સૌથી વધુ વિદેશી રોકાણ મોરેશિયસ રૂટ પરથી આવ્યું છે.