બ્રહ્મોસથી લઈને અસ્ત્ર મિસાઈલ સુધી ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે ઐતિહાસિક કરાર, જુઓ PM મોદીના પ્રવાસમાં થયેલા તમામ MoUનું લિસ્ટ | Moneycontrol Gujarati
Get App

બ્રહ્મોસથી લઈને અસ્ત્ર મિસાઈલ સુધી ભારત-ઇન્ડોનેશિયા વચ્ચે ઐતિહાસિક કરાર, જુઓ PM મોદીના પ્રવાસમાં થયેલા તમામ MoUનું લિસ્ટ

PM મોદીના ઇન્ડોનેશિયા પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ અને વેપારને લઈને ઐતિહાસિક કરારો થયા છે. બ્રહ્મોસ અને અસ્ત્ર મિસાઈલથી લઈને IIM બેંગ્લોરના કેમ્પસ સુધીની સંપૂર્ણ યાદી ગુજરાતીમાં વાંચો.

અપડેટેડ 01:46:20 PM Jul 07, 2026 પર
Story continues below Advertisement
બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઘણા મોટા કરારોની જાહેરાત થઈ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઇન્ડોનેશિયાના અત્યંત મહત્વપૂર્ણ પ્રવાસે છે. મંગળવારે રાજધાની જકાર્તાના પ્રેસિડેન્શિયલ પેલેસ ખાતે પહોંચવા પર પીએમ મોદીનું ભવ્ય અને ઐતિહાસિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ખાસ વાત એ રહી કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતોએ તમામ પ્રોટોકોલ તોડીને જાતે પીએમ મોદીની આગેવાની કરી હતી. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક બાદ એક સંયુક્ત નિવેદન બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ઘણા મોટા કરારોની જાહેરાત થઈ છે.

સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રે લેવાયા મોટા નિર્ણયો

પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સુબિયાંતો વચ્ચે થયેલી બેઠકમાં મુખ્યત્વે સંરક્ષણ, દરિયાઈ સુરક્ષા અને ખનિજ સપ્લાય ચેન પર ભાર મૂકવામાં આવ્યો છે.

મિસાઈલ ડીલ: ઇન્ડોનેશિયાની સેનાને ભારતની ઘાતક 'બ્રહ્મોસ' મિસાઇલો સપ્લાય કરવા પર સંમતિ બની છે. આ ઉપરાંત, ઇન્ડોનેશિયાએ ભારત પાસેથી હવામાંથી હવામાં પ્રહાર કરતી 'અસ્ત્ર' મિસાઇલો પણ આયાત કરવાનો મોટો નિર્ણય લીધો છે.

સાબાંગ બંદરનો વિકાસ: વ્યૂહાત્મક દ્રષ્ટિએ અત્યંત મહત્વના એવા સાબાંગ બંદરને બંને દેશો સાથે મળીને વિકસાવશે. આ બંદર મલક્કા સ્ટ્રેટની એકદમ નજીક છે અને ભારતના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટથી માંડ 100 માઈલ દૂર છે, જે ચીન માટે ચિંતાનો વિષય બની શકે છે.આ ઉપરાંત નિકલ, સ્ટીલ અને દુર્લભ મેગ્નેટના ઉત્પાદનમાં રોકાણ કરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.


ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે થયેલા કરારો (MoU) ની સંપૂર્ણ યાદી

આ પ્રવાસ દરમિયાન વેપાર, આરોગ્ય, શિક્ષણ અને સંરક્ષણ ક્ષેત્રે અનેક MoU પર હસ્તાક્ષર થયા છે:

સંરક્ષણ: બ્રહ્મોસ સિસ્ટમ અને એર-ટુ-એર મિસાઈલ (અસ્ત્ર) માટે સહયોગ કરાર. દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત કરવા પર MoU.

સ્ટીલ અને ખનિજ: મિનરલ્સ અને સ્ટીલ સપ્લાય ચેનની ટેકનોલોજી માટે કરાર. ઇન્ડોનેશિયામાં સ્ટેનલેસ-સ્ટીલ સ્લેબ બનાવવા માટે ભારતની SAIL અને Pt. Krakatau Steel વચ્ચે જોઇન્ટ વેન્ચર.

રેર અર્થ મેગ્નેટ: તેના વિકાસ માટે NFTDC, મિડવેસ્ટ લિમિટેડ અને PT PERMINAS વચ્ચે કરાર.

અંતરિક્ષ અને વારસો: શાંતિપૂર્ણ હેતુઓ માટે અંતરિક્ષ સંશોધન. યોગ્યાકાર્તામાં આવેલા પ્રમ્બાનન મંદિર પરિસરના જીર્ણોદ્ધાર માટે ભારતની મદદ.

કૃષિ અને આરોગ્ય: કૃષિ ક્ષેત્રે સહયોગ, ઇન્ડોનેશિયાને 100 ટન ઉચ્ચ ગુણવત્તાવાળા DWR 162 ઘઉંના બીજ આપવા. મેડિકલ પ્રોડક્ટ્સના નિયમન માટે CDSCO અને BPOM વચ્ચે MoU. હેલ્થ વર્કફોર્સ પર સહયોગ.

આપત્તિ વ્યવસ્થાપન: ભારતના NDMA અને ઇન્ડોનેશિયાની ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સી વચ્ચે કરાર.

શિક્ષણ અને સંસ્કૃતિ: ઇન્ડોનેશિયાના સિંઘાસારી SEZ માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ બેંગ્લોરનું નવું કેમ્પસ ખૂલશે. ટાગોર-દેવાંતારા વર્ષનું આયોજન થશે.

ડિજિટલ અને ટેકનોલોજી: ટેલિકોમ્યુનિકેશન, રિસર્ચ અને ઇનોવેશનમાં સહયોગ. ONDC અને ઇન્ડોનેશિયા ઓપન નેટવર્ક વચ્ચે કરાર.

અન્ય મહત્વના કરારો: દરિયાઈ માહિતી શેર કરવા માટે IFC-IOR માં ઇન્ડોનેશિયાના સંપર્ક અધિકારીની નિમણૂક. ભારતના ચૂંટણી પંચ (ECI) અને ઇન્ડોનેશિયાના જનરલ ઇલેક્શન કમિશન (KPU) વચ્ચે MoU.

આ પણ વાંચો-ઇન્ડોનેશિયાએ PM મોદીને આપ્યું પોતાનું સર્વોચ્ચ સન્માન 'Bintang Adipurna', જાણો બંને દેશો વચ્ચે શું થઈ સમજૂતી

MoneyControl News

MoneyControl News

First Published: Jul 07, 2026 1:42 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.