PM મોદીનો NEET પેપર લીક પરનો વીડિયો Facebook પરથી હટાવતા મચ્યો મોટો હોબાળો, વિવાદ વધતા Meta એ માંગી માફી | Moneycontrol Gujarati
Get App

PM મોદીનો NEET પેપર લીક પરનો વીડિયો Facebook પરથી હટાવતા મચ્યો મોટો હોબાળો, વિવાદ વધતા Meta એ માંગી માફી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો NEET પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓને સંબોધિત કરતો વીડિયો ફેસબુક પરથી ડિલીટ થતાં મોટો હોબાળો મચ્યો છે. વિવાદ વધતા Meta એ માફી માંગીને વીડિયો ફરીથી અપલોડ કર્યો છે. જાણો આ સમગ્ર વિવાદ અને વીડિયોની વિગત.

અપડેટેડ 12:38:24 PM Jul 28, 2026 પર
Story continues below Advertisement
પીએમ મોદીનો આ વીડિયો બ્લોક કરવાના મુદ્દે વિવાદ એટલો ગરમાયો કે આખરે મેટાએ સામે આવીને સત્તાવાર રીતે માફી માંગવી પડી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકની પેરેન્ટ કંપની મેટા દ્વારા એક મોટી ચૂક થઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં NEET પેપર લીક મુદ્દે દેશના યુવાનોને સંબોધિત કરતો એક ખાસ સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. જોકે, ફેસબુકે અચાનક આ વીડિયો પોતાના પ્લેટફોર્મ પરથી હટાવી દીધો હતો. જ્યારે યુઝર્સના ધ્યાનમાં આ વાત આવી ત્યારે ભારે રોષ જોવા મળ્યો અને સોશિયલ મીડિયા પર મોટો હોબાળો મચી ગયો.

વિવાદ વધતા મેટાએ માંગી માફી

પીએમ મોદીનો આ વીડિયો બ્લોક કરવાના મુદ્દે વિવાદ એટલો ગરમાયો કે આખરે મેટાએ સામે આવીને સત્તાવાર રીતે માફી માંગવી પડી છે. મેટાના પ્રવક્તાએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું કે, "આ કન્ટેન્ટ અમારાથી ભૂલથી હટાવી દેવામાં આવ્યું હતું, જેને હવે ફરીથી પ્લેટફોર્મ પર બહાલ કરી દેવામાં આવ્યું છે." એટલે કે પીએમ મોદીનો આ વીડિયો હવે ફેસબુક પર ફરીથી જોઈ શકાય છે.

કેન્દ્ર સરકારે લીધી ગંભીર નોંધ

સૂત્રોના જણાવ્યા અનુસાર, કેન્દ્ર સરકારે ફેસબુકની આ હરકતની ખૂબ જ ગંભીર નોંધ લીધી છે. સરકાર આ સમગ્ર મામલાને હળવાશથી લઈ રહી નથી અને તેની તપાસ ચાલી રહી છે. આટલું જ નહીં, સરકારે આ મોટી ભૂલ બદલ મેટાના ઉચ્ચ અધિકારીઓ પાસે સત્તાવાર જવાબ પણ માંગ્યો છે.


શું હતું પીએમ મોદીના આ વાયરલ વીડિયોમાં?

નોંધનીય છે કે, પીએમ મોદીએ 24 જુલાઈની મોડી રાત્રે દેશના વિદ્યાર્થીઓને સંબોધતો એક સેલ્ફી વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયો ઇન્સ્ટાગ્રામપર એટલો વાયરલ થયો કે તેણે માત્ર 24 કલાકની અંદર સૌથી વધુ વ્યૂઝ મેળવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો હતો. આ વીડિયોમાં પીએમ મોદીએ NEET વિવાદ પર વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું હતું.

વીડિયોના કેટલાક મુખ્ય અંશો

પેપર લીક એ કોઈ નાનો કે સામાન્ય વિષય નથી. લાખો વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતા માટે આ ખૂબ જ પીડાદાયક બાબત છે. રકારે પેપર લીક મામલે કડક પગલાં લીધા છે. ગુનેગારોને પકડીને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે. અમારી સૌથી મોટી જવાબદારી એ હતી કે વિદ્યાર્થીઓનું આખું એક વર્ષ બરબાદ ન થાય. તેથી સરકારે પોતાની પૂરી તાકાત લગાવીને ઓછા સમયમાં 22 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ફરીથી લેવાની વ્યવસ્થા કરી. મણાં 19 તારીખે જ આ પરીક્ષાનું પરિણામ પણ આવી ગયું છે અને પાસ થયેલા વિદ્યાર્થીઓની ખુશીના સમાચાર મળી રહ્યા છે. પરંતુ અમે માત્ર આટલાથી સંતોષ માનનારા લોકોમાંથી નથી.

એન્ટી પેપર લીક બિલ

આ વીડિયોમાં જણાવ્યા મુજબ, દેશના યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતા તત્વોને રોકવા માટે પીએમ મોદીના નિર્દેશ પર સંસદમાં નવું 'એન્ટી પેપર લીક બિલ' લાવવામાં આવ્યું છે. આ કાયદા હેઠળ પેપર લીકના કેસો ઝડપથી ચલાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવામાં આવશે અને દોષિતોને અત્યંત કઠોર સજા ફટકારવાની જોગવાઈ કરવામાં આવી છે.

આ પણ વાંચો-રામ મંદિર ચંદા ચોરી કેસ: તપાસ માટે નવી SIT ની રચના, આઈજી કિરણ એસ કરશે નેતૃત્વ, ટીમમાં CA પણ સામેલ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 28, 2026 12:38 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.