Elon Musk Dojo: એલન મસ્કની ટેસ્લા કંપનીને એક ભારતીય મૂળના ઉદ્યોગપતિ ગણેશ વેંકટરમનને મોટો ઝટકો આપ્યો છે. ટેસ્લાએ પોતાની ચિપ બનાવવાની યુનિટ ડોજો (Dojo) બંધ કરી દીધી છે. આ યુનિટના હેડ પીટર બેનન પણ કંપની છોડી રહ્યા છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ટેસ્લાના લગભગ 20 કર્મચારીઓ ગણેશ વેંકટરમનની નવી સ્ટાર્ટઅપ DensityAIમાં જોડાયા છે. આ સ્ટાર્ટઅપ ટેસ્લાના જ બે પૂર્વ કર્મચારીઓ બિલ ચાંગ અને બેન ફ્લોરિંગ સાથે મળીને શરૂ કરવામાં આવી છે.