Gujarat power crisis: શું ગુજરાત ફરી એકવાર અંધારપટ તરફ ધકેલાઈ રહ્યું છે? વર્ષ 2026 માં ગુજરાતમાં વીજળીની કટોકટી એકદમ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. અત્યાર સુધી માત્ર ગામડાઓમાં જ વીજળીના ધાંધિયા જોવા મળતા હતા, પરંતુ હવે ધીમે ધીમે મોટા શહેરો પર પણ વીજકાપનો ખતરો મંડરાઈ રહ્યો છે. સૌથી ખરાબ હાલત ઔદ્યોગિક વિસ્તારો અને ખેતી ક્ષેત્રની થઈ છે.

