Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત પહેલાં જ હવામાન વિભાગે રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે, વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો ફરી એકવાર ઉચકાયો છે. રાજકોટમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી નોંધાયું, જે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું. અમદાવાદમાં પણ તાપમાન 40.6 ડિગ્રીએ પહોંચ્યું છે. આવો, જાણીએ આજે ગુજરાતનું હવામાન કેવું રહેશે અને ક્યાં વરસાદની શક્યતા છે.