Get App

Guru Purnima 2025: સાળંગપુર હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોની ભીડમાં દિવ્ય દર્શન

Guru Purnima 2025: હનુમાનજીને વૃંદાવનમાં 7 કારીગરો દ્વારા 15 દિવસની મહેનતે બનાવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કના વાઘા પહેરાવામાં આવ્યા છે. દાદાના સિંહાસને સેવંતી અને ગલગોટાના 250 કિલોથી વધુ ફુલનો શણગાર કરવામાં આવ્યો છે.

MoneyControl Newsઅપડેટેડ Jul 10, 2025 પર 12:16 PM
Guru Purnima 2025: સાળંગપુર હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોની ભીડમાં દિવ્ય દર્શનGuru Purnima 2025: સાળંગપુર હનુમાનજી મંદિરે ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી, ભક્તોની ભીડમાં દિવ્ય દર્શન
આજે હજારો ભક્તોએ મંદિરમાં પ્રત્યક્ષ દર્શન કર્યા, જ્યારે દેશ-વિદેશના ભક્તોએ ઓનલાઇન દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી.

Guru Purnima 2025: ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા વિશ્વવિખ્યાત સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ગુરુ પૂર્ણિમા અને વ્યાસ પૂર્ણિમાના પવિત્ર દિવસે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. શ્રી હનુમાનજીના દર્શન કરી હજારો ભક્તોએ ધન્યતા અનુભવી. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણા અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ આ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી.

દિવ્ય શણગાર અને આરતીનું આયોજન

આજે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનના 7 કારીગરો દ્વારા 15 દિવસની મહેનતથી બનાવેલા પ્યોર સિલ્કના જરદોશી વર્કવાળા વાઘા પહેરાવવામાં આવ્યા, જેમાં ફૂલ અને ડાળીની ડિઝાઇન ખૂબ જ આકર્ષક હતી. દાદાના સિંહાસનને 250 કિલોથી વધુ સેવંતી અને ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું, જેને 6 સંતો, પાર્ષદો અને ભક્તોએ 4 કલાકની મહેનતથી તૈયાર કર્યું. સવારે 5:30 વાગ્યે મંગળા આરતી અને 7:00 વાગ્યે શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી.

દાદાને 51 કિલો સુખડીનો પ્રસાદ અને વિશેષ અન્નકૂટ ધરાવવામાં આવ્યો. સાંજે 4:30 વાગ્યે ષોડશોપચાર પૂજન અને 7:00 વાગ્યે સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ફળ, પુષ્પ, ડ્રાયફ્રૂટ અને પુષ્પવર્ષા સાથે ભવ્ય શણગાર કરાયો.

સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન

ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સવારે 6:30થી 7:00 દરમિયાન સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન, અર્ચન અને આરતી નારાયણમુની સ્વામી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન થયું, જેમાં ભક્તોએ ભાગ લઈ આશીર્વાદ મેળવ્યા.

બધા સમાચાર

+ વધુુ વાંચો