India AI Impact Expo 2026: ‘AI ટ્રાન્સફોર્મેશનમાં ભારત સૌથી આગળ', પીએમ મોદીએ દુનિયાને આપ્યું ખાસ આમંત્રણ | Moneycontrol Gujarati
Get App

India AI Impact Expo 2026: ‘AI ટ્રાન્સફોર્મેશનમાં ભારત સૌથી આગળ', પીએમ મોદીએ દુનિયાને આપ્યું ખાસ આમંત્રણ

India AI Impact Expo 2026: પીએમ મોદીએ India AI Impact Expo 2026ની શરૂઆત કરતા ભારતને AI ક્ષેત્રે લીડર ગણાવ્યું. જાણો ભારત મંડપમમાં યોજાયેલી આ સમિટની ખાસ વાતો અને ભવિષ્યનું વિઝન.

અપડેટેડ 11:43:07 AM Feb 16, 2026 પર
Story continues below Advertisement
India AI Impact Expo 2026: પીએમ મોદીએ India AI Impact Expo 2026ની શરૂઆત કરતા ભારતને AI ક્ષેત્રે લીડર ગણાવ્યું.

India AI Impact Expo 2026: સોમવારનો દિવસ ભારતના ટેકનોલોજી ક્ષેત્ર માટે ખુબ જ મહત્વનો બની રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે 'India AI Impact Expo 2026' ના ઉદ્ઘાટન પ્રસંગે દેશની AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) યાત્રા અંગે મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે, "આજે ભારત AI દ્વારા આવતા બદલાવોમાં દુનિયામાં સૌથી આગળ છે. અમારી પ્રગતિમાં જેટલી મહત્વાકાંક્ષા છે, એટલી જ જવાબદારી પણ દેખાય છે."

દુનિયાભરના દિગ્ગજો દિલ્હીમાં એકઠા થયા

પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજથી દિલ્હીમાં AI પર ચર્ચા કરવા માટે આખી દુનિયા એક સાથે આવી રહી છે. ભારત મંડપમમાં આજથી શરૂ થયેલી આ સમિટમાં દુનિયાભરના નેતાઓ, ઉદ્યોગ જગતના માંધાતાઓ, નવા સંશોધકો અને ટેકનોલોજીના જાણકારો ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ આ તમામ મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

આ ઈવેન્ટ આજથી એટલે કે 16 ફેબ્રુઆરીથી શરૂ થઈને 20 ફેબ્રુઆરી સુધી ચાલશે. આ દરમિયાન ‘India AI Impact Summit' નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

શું છે આ સમિટનો મુખ્ય હેતુ?


આ વખતની સમિટની થીમ બહુ ખાસ રાખવામાં આવી છે - ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય'. સાદી ભાષામાં કહીએ તો, ટેકનોલોજીનો ઉપયોગ બધાના કલ્યાણ અને ખુશી માટે થવો જોઈએ. પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે અમારો ઉદ્દેશ્ય AI નો ઉપયોગ કરીને માનવ-કેન્દ્રિત પ્રગતિ કરવાનો છે.

આજે સ્વાસ્થ્ય, શિક્ષણ, ખેતીવાડી અને ઈન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રોમાં AI ને કારણે જબરદસ્ત પરિવર્તન આવી રહ્યું છે. આ સમિટમાં નવા આઈડિયા, જવાબદારીપૂર્વક AI નો ઉપયોગ અને ગ્લોબલ પાર્ટનરશિપ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે.

1.4 અબજ ભારતીયોની તાકાત

પીએમ મોદીએ દેશવાસીઓની તાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ભારતના 1.4 અબજ લોકોના કારણે જ આપણો દેશ આજે AI ટ્રાન્સફોર્મેશનમાં લીડર બની શક્યો છે. ભારતનું ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે પછી મજબૂત સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમ, આપણે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યા છીએ. આ સમિટના પરિણામો ભવિષ્યને એક નવી દિશા આપશે તેવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

ભારત બનશે ડેટાનું ગ્લોબલ હબ

રવિવારે જ પ્રધાનમંત્રીએ ભારતને ‘ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને AI ના ગ્લોબલ સેન્ટર' તરીકે રજૂ કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હવે દુનિયાનો ડેટા હોસ્ટ કરવા અને ટેકનોલોજીની નવી ક્રાંતિનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે.

આ ઉપરાંત, એક ઇન્ટરવ્યુમાં તેમણે બજેટનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, સરકારે જે ટેક્સ ઇન્સેન્ટિવ (કર રાહતો) જાહેર કર્યા છે, તેનાથી આ સેક્ટરમાં રોકાણ વધશે અને સુવિધાઓ ઉભી કરવાનો ખર્ચ ઘટશે. પીએમ મોદીએ દુનિયાને ખુલ્લું આમંત્રણ આપતા કહ્યું કે, "અમે સમગ્ર વિશ્વના ડેટાને ભારતમાં રહેવા માટે આમંત્રિત કરીએ છીએ."

આ પણ વાંચો- Bloomberg Billionaires Index: અબજપતિઓની યાદીમાં મોટો ઉલટફેર! આ મહિલાની Top-10માં એન્ટ્રી, જાણો કોણ છે નંબર 1?

MoneyControl News

MoneyControl News

First Published: Feb 16, 2026 11:43 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.