India AI Impact Summit 2026 Day 5: આજે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ ગજવશે મંચ, ‘લીડર્સ ડિક્લેરેશન’ પર રહેશે સૌની નજર
India AI Impact Summit 2026 ના છેલ્લા દિવસે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ જેવા દિગ્ગજો સંબોધન કરશે. આજે ‘લીડર્સ ડિક્લેરેશન’ અપનાવાશે. જાણો આજના કાર્યક્રમની સંપૂર્ણ વિગત.
India AI Impact Summit 2026 ના છેલ્લા દિવસે સુંદર પિચાઈ અને ડારિયો અમોદેઈ જેવા દિગ્ગજો સંબોધન કરશે.
India AI Impact Summit 2026: નવી દિલ્હીના ભારત મંડપમમાં ચાલી રહેલી India AI Impact Summit 2026 નો આજે શુક્રવારે છેલ્લો દિવસ છે. છેલ્લા 4 દિવસથી ચાલી રહેલા આ મહાકુંભમાં આજે દુનિયાભરના ટેકનોલોજી દિગ્ગજો અને બિઝનેસ લીડર્સનો જમાવડો જોવા મળશે. ખાસ કરીને Google ના CEO સુંદર પિચાઈ અને Anthropic ના CEO ડારિયો અમોદેઈના ભાષણ પર આખી દુનિયાની નજર છે.
આજના દિવસની સૌથી મોટી હાઈલાઈટ “લીડર્સ ડિક્લેરેશન” (Leaders’ Declaration) છે. આ ડિક્લેરેશન દ્વારા ગ્લોબલ AI ગવર્નન્સ અને પરસ્પર સહયોગ માટે એક મજબૂત રોડમેપ તૈયાર કરવામાં આવશે. જેમાં તમામ દેશો અને કંપનીઓ AI ના સુરક્ષિત ઉપયોગ માટે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરશે.
આજે કોણ કોણ ગજવશે મંચ?
સમિટના આખરી દિવસે સ્પીકર્સનું લિસ્ટ ઘણું લાંબુ અને વજનદાર છે. જેમાં મુખ્યત્વે નીચેના મહાનુભાવોનો સમાવેશ થાય છે:
આ ઉપરાંત Zeptoના CEO આદિત પાલીચા, Sarvam AI ના ફાઉન્ડર્સ અને Cloudflare ના CEO મેથ્યુ પ્રિન્સ પણ પોતાના વિચારો રજૂ કરશે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઇનાસિયો લુલા દા સિલ્વા પણ આજે સવારે 11:30 વાગ્યે ‘AI for the good of all’ વિષય પર સંબોધન કરવાના છે.
મહત્વના પેનલ ડિસ્કશન
આજે બે મહત્વના વિષયો પર પેનલ ડિસ્કશન યોજાશે:
Data Sovereignty (ડેટા સંપ્રભુતા): જેમાં Yotta Data Services ના સુનીલ ગુપ્તા અને અન્ય નિષ્ણાતો ચર્ચા કરશે.
Scaling AI for Inclusive Impact: આ સેશનમાં ઈન્ફોસિસના નંદન નીલેકણી અને ગેટ્સ ફાઉન્ડેશનના ટ્રેવર મુંડેલ જેવા દિગ્ગજો AI ને સામાન્ય લોકો સુધી કેવી રીતે પહોંચાડવું તેના પર વાત કરશે.
વડાપ્રધાન મોદીનું વિઝન અને સમિટની સફળતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સમિટનું ઉદ્ઘાટન કરતા ભારતનું AI વિઝન દુનિયા સામે મૂક્યું હતું. આ સમિટમાં 500થી વધુ AI લીડર્સ, 100 થી વધુ CEO અને 400 જેટલા CTO ભાગ લઈ રહ્યા છે. ગઈકાલે ચોથા દિવસે સોવરિન AI મોડલ અને મોટા કોર્પોરેટ રોકાણોની જાહેરાતો થઈ હતી, જે ભારતને AI ક્ષેત્રે ગ્લોબલ લીડર બનાવવા માટે મહત્વની સાબિત થશે.
આજે અશ્વિની વૈષ્ણવ અને દેવેન્દ્ર ફડણવીસ જેવા મંત્રીઓ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. ભારત મંડપમમાં ચાલી રહેલી આ ચર્ચા આવનારા સમયમાં ટેકનોલોજીની દુનિયાની દિશા નક્કી કરશે.