ભારત ગમે ત્યાંથી તેલ ખરીદી શકે છે: રશિયાએ આપ્યું નિવેદન, વેનેઝુએલા મામલે ક્રેમલિને કરી મોટી સ્પષ્ટતા | Moneycontrol Gujarati
Get App

ભારત ગમે ત્યાંથી તેલ ખરીદી શકે છે: રશિયાએ આપ્યું નિવેદન, વેનેઝુએલા મામલે ક્રેમલિને કરી મોટી સ્પષ્ટતા

India Russia Oil Trade: શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? રશિયાએ સ્પષ્ટતા કરી છે કે ભારત વેનેઝુએલા કે અન્ય કોઈ પણ દેશ પાસેથી તેલ ખરીદવા માટે સ્વતંત્ર છે. જાણો ડોનાલ્ડ ટ્રમ્પના દાવા પર રશિયાએ શું જવાબ આપ્યો.

અપડેટેડ 12:57:47 PM Feb 05, 2026 પર
Story continues below Advertisement
India Russia Oil Trade: શું ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરશે? રશિયાએ સ્પષ્ટતા કરી છે કે ભારત વેનેઝુએલા કે અન્ય કોઈ પણ દેશ પાસેથી તેલ ખરીદવા માટે સ્વતંત્ર છે.

India Russia Oil Trade: ભારતની તેલ ખરીદી અને અમેરિકા સાથેના સંબંધોને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે રશિયાએ એક મહત્વનું નિવેદન આપ્યું છે. રશિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે કોઈ પણ દેશ પાસેથી કાચું તેલ (Crude Oil) ખરીદવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે ભારત તેલ ખરીદવા માટે માત્ર રશિયા પર નિર્ભર નથી અને જો ભારત બીજા વિકલ્પો શોધે છે, તો તેમાં કઈ ખોટું નથી.

ભારત માત્ર રશિયા પર નિર્ભર નથી

દિમિત્રી પેસ્કોવે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે નવી દિલ્હી (ભારત) દ્વારા તેલ સપ્લાયર્સમાં વિવિધતા લાવવાનો પ્રયાસ કોઈ નવી વાત નથી અને આ પગલું રશિયાની વિરુદ્ધ પણ નથી. તેમણે કહ્યું, "અમે અને દુનિયાના તમામ એનર્જી એક્સપર્ટ્સ સારી રીતે જાણીએ છીએ કે ભારતને તેલ સપ્લાય કરનાર રશિયા એકમાત્ર દેશ નથી. ભારત હંમેશા અલગ-અલગ દેશો પાસેથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ખરીદતું આવ્યું છે. તેથી, આમાં અમને કઈ નવું કે અસામાન્ય લાગતું નથી."

રશિયાએ એ પણ સ્વીકાર્યું છે કે ભારત ક્યારેય તેનો એકમાત્ર ઉર્જા ભાગીદાર રહ્યો નથી, તેથી ખરીદીના સ્ત્રોતોમાં ફેરફાર થવો એ એક સામાન્ય બિઝનેસ પ્રક્રિયા છે.

રશિયન તેલ ખરીદવાનું બંધ કરવાની કોઈ સૂચના નથી


આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો દાવો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારત-અમેરિકા વેપાર સમજૂતી હેઠળ રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા અને તેના બદલે અમેરિકા તથા સંભવિત રીતે વેનેઝુએલા પાસેથી તેલ ખરીદવા માટે સહમત થયા છે.

આ દાવા પર પ્રતિક્રિયા આપતા રશિયન પ્રવક્તાએ કહ્યું કે, "અમને ભારત તરફથી રશિયન તેલની ખરીદી બંધ કરવા અંગે કોઈ પણ પ્રકારની સત્તાવાર માહિતી કે સૂચના મળી નથી." તેમણે ભારપૂર્વક કહ્યું કે નવી દિલ્હી તરફથી આવા કોઈ સંકેતો મળ્યા નથી.

બંને દેશો માટે ફાયદાકારક છે આ વેપાર

બીજી તરફ, રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ પણ ભારત અને રશિયા વચ્ચેના ઉર્જા સહયોગનું સમર્થન કર્યું છે. તેમણે એક બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે હાઈડ્રોકાર્બન (તેલ અને ગેસ) નો વેપાર ભારત અને રશિયા બંને માટે લાભદાયી છે.

ઝખારોવાએ કહ્યું કે, "ભારત દ્વારા રશિયન ક્રૂડ ઓઈલની ખરીદી માત્ર બંને પક્ષોને ફાયદો નથી કરાવતી, પરંતુ તે વૈશ્વિક ઉર્જા બજારમાં સ્થિરતા જાળવી રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. અમે અમારા ભારતીય સાથીદારો સાથે ભવિષ્યમાં પણ મજબૂત સહયોગ ચાલુ રાખવા માટે તૈયાર છીએ."

આમ, રશિયાએ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત વેનેઝુએલા કે અમેરિકા પાસેથી તેલ ખરીદે તો તેમને કોઈ વાંધો નથી અને હાલમાં ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે તેવી કોઈ શક્યતા દેખાતી નથી.

આ પણ વાંચો - India-US Trade Deal: ‘ખેડૂતોના હિત સાથે કોઈ સમજૂતી નહીં', શિવરાજ સિંહ ચૌહાણે વિપક્ષને આપ્યો જડબાતોડ જવાબ

MoneyControl News

MoneyControl News

First Published: Feb 05, 2026 12:57 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.