India-US Deal: ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક વેપાર કરાર! જાણો તમારા પર શું થશે અસર અને કોને થશે ફાયદો?
India-US Trade Deal 2026: ભારત અને અમેરિકા વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલા મોટા વેપાર કરારની સંપૂર્ણ વિગત વાંચો. જાણો કઈ વસ્તુઓ સસ્તી થશે, ખેડૂતો માટે સરકારે શું સુરક્ષા રાખી છે અને રશિયન ઓઈલને બદલે હવે ભારત ક્યાંથી ખરીદી કરશે.
India-US Trade Deal 2026: ભારત અને અમેરિકા વચ્ચે 2 ફેબ્રુઆરી, 2026ના રોજ થયેલા મોટા વેપાર કરારની સંપૂર્ણ વિગત વાંચો.
India-US Trade Deal 2026: ભારત અને અમેરિકાના સંબંધોમાં એક નવો અધ્યાય લખાયો છે. તારીખ 2 ફેબ્રુઆરી, 2026ના રોજ બંને દેશો વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર (Trade Deal) પર હસ્તાક્ષર થયા છે. પાછલા લાંબા સમયથી બંને દેશો વચ્ચે જે ટેરિફ અને વેપારને લગતા તણાવ ચાલી રહ્યા હતા, તેનો હવે અંત આવ્યો છે. આ કરાર માત્ર વેપાર વધારવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ બંને દેશો વચ્ચેની મિત્રતાને વધુ મજબૂત બનાવનારો છે.
આ કરાર હેઠળ ભારત અને અમેરિકા બંનેએ એકબીજા માટે પોતાના બજારના દરવાજા ખોલી નાખ્યા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે આ ડીલથી સામાન્ય માણસ, વેપારીઓ અને ખેડૂતો પર શું અસર થશે.
અમેરિકન સામાન પર ‘ઝીરો ટેરિફ’ – શું સસ્તું થશે?
નવા કરાર મુજબ, ભારતે અમેરિકાથી આવતા સામાન માટે દિલ ખોલીને સ્વાગત કર્યું છે. ભારતે કૃષિ અને ઔદ્યોગિક એમ બંને પ્રકારના ઉત્પાદનો પર ટેક્સ (Tariff) ઘટાડીને લગભગ શૂન્ય (Zero) કરી દીધો છે. અગાઉ ઔદ્યોગિક સામાન પર સરેરાશ 13.5 ટકા જેટલી ડ્યુટી હતી, જે હવે નહીંવત થઈ જશે.
ભારતમાં હવે અમેરિકાથી આવતી નીચે મુજબની વસ્તુઓ પર ટેરિફ હટી જશે અથવા સાવ ઓછો થઈ જશે:
* બદામ, અખરોટ અને પિસ્તા જેવા ડ્રાયફ્રુટ્સ.
* ફળો અને શાકભાજી.
* વિદેશી વાઇન અને સ્પિરિટ્સ.
* હાઇ-ટેક મશીનરી અને સાધનો.
જોકે, આ નિર્ણયથી એક ચિંતા પણ ઊભી થઈ છે કે અમેરિકન સામાન સસ્તો થવાથી ભારતના નાના ઉદ્યોગો (MSME) પર તેની માઠી અસર પડી શકે છે.
ભારતીય નિકાસકારોને અમેરિકામાં મોટી રાહત
જો ભારતે દરવાજા ખોલ્યા છે, તો સામે અમેરિકાએ પણ ભારતીય વેપારીઓને મોટી ભેટ આપી છે. અત્યાર સુધી ભારતીય સામાન પર અમેરિકામાં 50 ટકા જેટલો ઊંચો ટેક્સ લાગતો હતો, જેને ઘટાડીને હવે સીધો 18 ટકા કરી દેવામાં આવ્યો છે. આનાથી ટેક્સટાઇલ, દવાઓ, આઇટી હાર્ડવેર, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટો પાર્ટ્સ બનાવતી ભારતીય કંપનીઓને જબરદસ્ત ફાયદો થશે.
આ ટેક્સ ઘટાડો બે રીતે શક્ય બન્યો છે:
* અમેરિકાએ ‘રેસિપ્રોડકલ ટેરિફ’ 25 ટકાથી ઘટાડીને 18 ટકા કર્યો.
* રશિયન ઓઈલ ખરીદવા બદલ ભારત પર જે 25 ટકા વધારાની ‘દંડાત્મક ડ્યુટી’ હતી, તે સંપૂર્ણપણે હટાવી દીધી.
જોકે, અહીં સવાલ એ પણ છે કે ભારત અમેરિકન માલને ‘ઝીરો ડ્યુટી’ આપે છે, તો સામે 18 ટકા ડ્યુટી શું વાજબી છે? શું આ ‘ફેર ટ્રેડ’ કહેવાય?
રશિયાને બદલે હવે અમેરિકાથી ઓઈલ ખરીદશે ભારત
આ કરારમાં સૌથી મોટો વળાંક એનર્જી સેક્ટરમાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંકેત આપ્યો છે કે ભારત હવે રશિયન ક્રૂડ ઓઇલની ખરીદી ઘટાડીને ધીમે ધીમે બંધ કરશે. તેના બદલે ભારત હવે અમેરિકા અને વેનેઝુએલા જેવા દેશો પાસેથી પેટ્રોલિયમ, LNG અને કોલસો ખરીદશે.
આ નિર્ણય વ્યુહાત્મક રીતે મહત્વનો છે, પરંતુ સામાન્ય જનતા માટે થોડો ચિંતાજનક બની શકે છે. કારણ કે રશિયન ઓઈલ સસ્તું હતું, જ્યારે અમેરિકન એનર્જી મોંઘી પડી શકે છે, જેનો સીધો બોજ ભારતીય નાગરિકોના ખિસ્સા પર આવી શકે છે. ભારતે આગામી 5 વર્ષમાં અમેરિકા પાસેથી $500 બિલિયનનો સામાન (ડિફેન્સ, પ્લેન, ટેકનોલોજી સહિત) ખરીદવાનું લક્ષ્ય રાખ્યું છે.
ખેડૂતોના હિતની રક્ષા: દૂધ અને અનાજ પર ડ્યુટી યથાવત
સૌથી મહત્વની વાત એ છે કે અમેરિકા સાથે હાથ મિલાવ્યા હોવા છતાં, ભારત સરકારે પોતાના ખેડૂતોનું ધ્યાન રાખ્યું છે. ગામડાની રોજગારી અને ખેડૂતોની આવકને નુકસાન ન થાય તે માટે અમુક સેક્ટરને આ કરારથી દૂર રાખવામાં આવ્યા છે.
નીચે મુજબની વસ્તુઓ પર ‘ઝીરો ટેરિફ’ લાગુ નહીં પડે:
* ડેરી પ્રોડક્ટ્સ (દૂધ-દહીં).
* બીફ અને મરઘાં ઉદ્યોગ.
* ખાંડ.
* મકાઈ અને અન્ય અનાજ.
આ ઉપરાંત, GM (જીનેટિકલી મોડિફાઈડ) પાકો જેમ કે GM સોયાબીન પર ભારતનું વલણ કડક જ રહેશે. સ્થાનિક સોયા ખેડૂતોને નુકસાન ન થાય તે માટે સરકાર આયાત પર પ્રતિબંધ અથવા નિયંત્રણ ચાલુ રાખશે.
ટૂંકમાં કહીએ તો, ભારત-અમેરિકા વચ્ચેનો આ 2026નો કરાર માત્ર વેપાર વધારવા માટે નથી, પરંતુ ભવિષ્યની ભાગીદારી માટે છે. ભારતે ગ્લોબલ માર્કેટમાં વધુ હિસ્સો મેળવવા માટે બજારો ખોલ્યા છે, તો બીજી તરફ પોતાના ખેડૂતો અને સંવેદનશીલ ક્ષેત્રોને સુરક્ષા કવચ પણ પૂરું પાડ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ ડીલનો જમીની સ્તરે કેવો અમલ થાય છે.