ભારતની સુરક્ષા હવે અભેદ્ય! મોદી-મેક્રોનની મુલાકાતમાં 3.25 લાખ કરોડની મેગા ડીલ પર લાગશે મહોર | Moneycontrol Gujarati
Get App

ભારતની સુરક્ષા હવે અભેદ્ય! મોદી-મેક્રોનની મુલાકાતમાં 3.25 લાખ કરોડની મેગા ડીલ પર લાગશે મહોર

PM Modi Emmanuel Macron Meet: વડાપ્રધાન મોદી અને ફ્રાંસના પ્રમુખ મેક્રોન વચ્ચે મુંબઈમાં ઐતિહાસિક મુલાકાત! જાણો 3.25 લાખ કરોડની સૌથી મોટી ડિફેન્સ ડીલ અને 114 ‘સુપર રાફેલ' વિશેની સંપૂર્ણ માહિતી જે ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ કરશે.

અપડેટેડ 12:22:34 PM Feb 17, 2026 પર
Story continues below Advertisement
PM Modi Emmanuel Macron Meet: વડાપ્રધાન મોદી અને ફ્રાંસના પ્રમુખ મેક્રોન વચ્ચે મુંબઈમાં ઐતિહાસિક મુલાકાત!

PM Modi Emmanuel Macron Meet: આજે પૂરી દુનિયાની નજર મુંબઈ પર મંડાયેલી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન હાલ તેમના ચાર દિવસીય ભારત પ્રવાસ પર છે અને તેઓ મંગળવારે જ મુંબઈ આવી પહોંચ્યા છે. ભારત અને ફ્રાંસની મિત્રતા હવે એક નવા શિખરે પહોંચવા જઈ રહી છે. આજે એટલે કે 17 ફેબ્રુઆરી, 2026ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે મુંબઈમાં એક અત્યંત મહત્ત્વની બેઠક યોજાશે. આ મુલાકાત માત્ર ઔપચારિક નથી, પરંતુ ભારતની સુરક્ષા વ્યવસ્થાને આવનારા દાયકાઓ સુધી મજબૂત કરવા માટે નિર્ણાયક સાબિત થવાની છે.

આઝાદી પછીની સૌથી મોટી હથિયાર ખરીદી: 3.25 લાખ કરોડની ડીલ

આ પ્રવાસનો સૌથી મોટો અને ચર્ચાસ્પદ મુદ્દો છે સંરક્ષણ ક્ષેત્રે થનારી એક ઐતિહાસિક સમજૂતી. ભારત અને ફ્રાંસ વચ્ચે અંદાજે 3.25 લાખ કરોડની મેગા ડીલ પર મહોર વાગવા જઈ રહી છે. આઝાદી પછી ભારતે કરેલી આ સૌથી મોટી ડિફેન્સ ડીલ માનવામાં આવે છે.

આ સમજૂતી હેઠળ ભારત ફ્રાંસની પ્રખ્યાત કંપની દસોલ્ટ એવિએશન પાસેથી કુલ 114 આધુનિક ‘રાફેલ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટ' (MRFA) ખરીદશે. જોકે, આ સોદાની સૌથી સારી વાત એ છે કે તેમાં ‘મેક ઈન ઈન્ડિયા'ને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ડીલ મુજબ, 18 રાફેલ જેટ તૈયાર હાલતમાં સીધા ફ્રાંસથી ભારત આવશે, જ્યારે બાકીના 96 વિમાનોનું ઉત્પાદન ભારતમાં જ કરવામાં આવશે. આનાથી ભારતીય ડિફેન્સ સેક્ટરને મોટો વેગ મળશે અને રોજગારીની નવી તકો પણ સર્જાશે.

શું છે આ ‘F-5 સુપર રાફેલ'? જે ચીન-પાકિસ્તાનનું ટેન્શન વધારશે


તમારા મનમાં સવાલ થતો હશે કે આપણી પાસે તો રાફેલ છે જ, તો આ નવા વિમાનોમાં શું ખાસ છે? તો તમને જણાવી દઈએ કે ભારત અત્યારે જે રાફેલ વાપરે છે તે F-3 વેરિઅન્ટ છે. પરંતુ હવે જે સોદો થઈ રહ્યો છે તેમાં ખાસ કરીને 24 વિમાનો ‘F-5 વેરિઅન્ટ'ના હશે, જેને દુનિયા 'સુપર રાફેલ' તરીકે ઓળખે છે.

આ F-5 સુપર રાફેલની ખાસિયતો ચોંકાવનારી છે, સિકસ્થ જનરેશન ટેકનોલોજી:

આ વિમાનો છઠ્ઠી પેઢીના ફાઇટર જેટ્સ જેવી તાકાત ધરાવે છે.

અદૃશ્ય શક્તિ (Stealth Features): આમાં એડવાન્સ સ્ટીલ્થ ફીચર્સ છે, એટલે કે તે દુશ્મનના રડારમાં સરળતાથી પકડાશે નહીં.

AI અને કિલ-વેબ: આ વિમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 'કિલ-વેબ' ટેકનોલોજીથી સજ્જ હશે, જે યુદ્ધના મેદાનમાં દુશ્મનો પર કાળ બનીને ત્રાટકશે.

આ સુપર રાફેલ 2030 સુધીમાં ભારતને મળવાની અપેક્ષા છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ડીલથી ભારતીય વાયુસેનાની તાકાતમાં સીધો 50% નો વધારો થશે. પડોશી દેશો ચીન અને પાકિસ્તાનની વધતી આક્રમકતા સામે ભારતની હવાઈ સુરક્ષા હવે અભેદ્ય બની જશે. ઉપરાંત, આ ડીલમાં ટેકનોલોજી ટ્રાન્સફરનો પણ સમાવેશ થાય છે, જેથી ભવિષ્યમાં ભારત જાતે આવા શક્તિશાળી વિમાનો બનાવી શકશે.

આજનો કાર્યક્રમ અને અન્ય મહત્ત્વના કરારો

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન વચ્ચેની મુલાકાતનું શેડ્યૂલ પણ નક્કી છે. બપોરે 3:15 વાગ્યે મુંબઈના લોક ભવન ખાતે બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે. ત્યારબાદ સાંજે 5:15 વાગ્યે તેઓ 'ભારત-ફ્રાંસ ઇનોવેશન વર્ષ 2026'નું ઉદઘાટન કરશે અને ઉદ્યોગ જગતના માંધાતાઓ તેમજ સંશોધકોને સંબોધશે.

માત્ર ડિફેન્સ જ નહીં, આ મુલાકાત દરમિયાન વેપાર, કૌશલ્ય વિકાસ (Skill Development), આરોગ્ય અને સપ્લાય ચેન જેવા ક્ષેત્રોમાં પણ લગભગ એક ડઝન જેટલા કરારો થવાની શક્યતા છે.

દિલ્હીમાં પણ મહત્ત્વની ચર્ચા

મુંબઈ બાદ, મેક્રોન 19 ફેબ્રુઆરીએ નવી દિલ્હી જશે, જ્યાં તેઓ ‘AI ઇમ્પેક્ટ સમિટ'માં હાજરી આપશે. ભારત અને ફ્રાંસ વૈશ્વિક મુદ્દાઓ પર પણ ગંભીર ચર્ચા કરવાના છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝાની વર્તમાન સ્થિતિ અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવાનો સમાવેશ થાય છે.

આ મુલાકાત ભારતની વધતી જતી વૈશ્વિક તાકાત અને આત્મનિર્ભરતા તરફનું એક મજબૂત પગલું છે.

આ પણ વાંચો- Supreme Court: શું બદલાઈ જશે ‘ઈન્ડસ્ટ્રી’ની કાયદાકીય વ્યાખ્યા? 9 જજોની બેંચ કરશે મોટી સમીક્ષા

MoneyControl News

MoneyControl News

First Published: Feb 17, 2026 12:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.