Law and order Manipur: મણિપુર સરકારે રાજ્યના પાંચ જિલ્લાઓ - ઇમ્ફાલ પશ્ચિમ, ઇમ્ફાલ પૂર્વ, થૌબલ, બિષ્ણુપુર અને કાકચિંગમાં ઇન્ટરનેટ અને મોબાઇલ ડેટા સર્વિસ, જેમાં VSAT અને VPNનો પણ સમાવેશ થાય છે, તેને 5 દિવસ માટે સસ્પેન્ડ કરી દીધી છે. આ આદેશ શનિવારે રાત્રે 11:45 વાગ્યાથી અમલમાં આવ્યો છે. આ ઉપરાંત, આ જિલ્લાઓમાં નિષેધાજ્ઞા (Prohibitory Orders) લાગુ કરવામાં આવી છે, જ્યારે બિષ્ણુપુર જિલ્લામાં સંપૂર્ણ કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. આ પગલું મેઇતી સમુદાયના નેતા અને અરંબાઇ તેંગોલના નેતાની ગિરફ્તારી બાદ થયેલા વિરોધ પ્રદર્શનોને કારણે લેવામાં આવ્યો છે, જેનાથી રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાનો ખતરો ઊભો થયો છે.