Women’s Rights: સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ સૂર્યકાંતના એક નિવેદનથી દેશભરમાં ચર્ચાનો દોર શરૂ થયો છે. તેમણે જણાવ્યું કે, ઇતિહાસના જુદા જુદા યુગો અને સંસ્કૃતિઓમાં લગ્નનો ઉપયોગ ઘણીવાર મહિલાઓને નિયંત્રિત કરવાના સાધન તરીકે થયો છે. જોકે, આધુનિક સમયમાં કાનૂની અને સામાજિક સુધારાઓએ લગ્નને સમાનતા અને સન્માનની ભાગીદારી તરીકે નવો અર્થ આપ્યો છે. આ નિવેદન 15 ઓક્ટોબર, 2025ના રોજ એક સેમિનારમાં ‘ક્રોસ-કલ્ચરલ પર્સ્પેક્ટિવ્સ: ફેમિલી લોમાં ઉભરતા વલણો અને પડકારો’ વિષય પર આપવામાં આવ્યું હતું.

