ISRO Mission 2026: ઈસરોએ કરી વર્ષના પહેલા લોન્ચની જાહેરાત, જાણો ક્યારે અને કયો સેટેલાઇટ અવકાશમાં જશે? | Moneycontrol Gujarati
Get App

ISRO Mission 2026: ઈસરોએ કરી વર્ષના પહેલા લોન્ચની જાહેરાત, જાણો ક્યારે અને કયો સેટેલાઇટ અવકાશમાં જશે?

ISRO Mission 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ વર્ષ 2026 ના પહેલા મિશન PSLV-C62 ની જાહેરાત કરી છે. 12 જાન્યુઆરીએ શ્રીહરિકોટાથી આ લોન્ચ થશે. જાણો આ મિશનમાં કયા ખાસ સેટેલાઇટ અવકાશમાં મોકલવામાં આવશે અને ભારતની સુરક્ષામાં તેનો શું રોલ હશે.

અપડેટેડ 02:13:35 PM Jan 09, 2026 પર
Story continues below Advertisement
ISRO Mission 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ વર્ષ 2026 ના પહેલા મિશન PSLV-C62 ની જાહેરાત કરી છે.

ISRO Mission 2026: ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ઈસરો (ISRO) એ નવા વર્ષ 2026ના પ્રારંભે જ એક મોટા મિશનની જાહેરાત કરી દીધી છે. ઈસરોએ આ વર્ષના પોતાના સૌથી પહેલા લોન્ચ મિશનની તારીખ અને સમય નક્કી કરી લીધા છે. સ્પેસ સાયન્સમાં રસ ધરાવતા લોકો માટે આ એક મોટા સમાચાર છે.

ઈસરોનું આ વર્ષનું પ્રથમ મિશન 'PSLV-C62/EOS-N1' આવનારી 12 જાન્યુઆરી (સોમવાર)ના રોજ સવારે 10:17 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. આ મિશન ભારત માટે અને ખાસ કરીને સુરક્ષા અને પર્યાવરણની દ્રષ્ટિએ ખુબ મહત્વનું સાબિત થવાનું છે.

મિશનની ખાસ તૈયારીઓ અને લોન્ચિંગ

આ મિશન અંતર્ગત ઈસરોનું ભરોસાપાત્ર રોકેટ PSLV-C 62 અવકાશમાં ઉડાન ભરશે. આ રોકેટમાં મુખ્ય પેલોડ (સામાન) તરીકે અર્થ મોનિટરિંગ ઉપગ્રહ 'EOS-N1' લઈ જવામાં આવશે. આ ઉપરાંત, તેની સાથે બીજા 15 સહ-યાત્રી ઉપગ્રહો (Co-passenger Satellites) પણ લોન્ચ કરવામાં આવશે.

શ્રીહરિકોટા સ્થિત લોન્ચ સેન્ટરના લોન્ચ પેડ 1 પર અત્યારે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મળતી માહિતી મુજબ, વેહીકલ ઇન્ટિગ્રેશનનું કામ પૂરું થઈ ગયું છે અને અત્યારે પ્રી-લોન્ચ ચેકિંગની પ્રક્રિયા ચાલી રહી છે. PSLV-DL વેરિએન્ટની આ 64 મી ઉડાન હશે. આ રોકેટ સેટેલાઇટને પૃથ્વીથી 505 કિમી દૂર સન-સિંક્રનસ ઓર્બિટમાં સ્થાપિત કરશે. આખા મિશનનો સમયગાળો લગભગ 1 કલાક અને 48 મિનિટનો રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે મે મહિનામાં PSLV-C61 મિશનમાં કેટલીક તકલીફ આવી હતી અને તે નિષ્ફળ રહ્યું હતું, તેથી આ વખતે ઈસરો કોઈ કચાશ રાખવા માંગતું નથી.


આ મિશનમાં કયા સેટેલાઇટ લોન્ચ થશે?

12 જાન્યુઆરીએ થનારા આ લોન્ચિંગમાં કયા સેટેલાઇટ મોકલવામાં આવશે, તેનું લિસ્ટ પણ સામે આવી ગયું છે:

EOS-N1 (અન્વેષા): આ મિશનનો મુખ્ય હીરો એટલે કે મેઈન સેટેલાઇટ છે. આ 400 કિલોનો હાઈપરસ્પેક્ટ્રલ ઈમેજિંગ સેટેલાઇટ છે, જે ખાસ DRDO માટે બનાવવામાં આવ્યો છે. તે 12 મીટરનું હાઈ રેઝોલ્યુશન પૂરું પાડશે. તેનો ઉપયોગ દેશની રક્ષા દેખરેખ (Defense Surveillance), ખેતીવાડી, શહેરી નકશા બનાવવા અને પર્યાવરણ ટ્રેકિંગ માટે થશે.

KID (કેસ્ટ્રેલ ઇનિશિયલ ટેકનોલોજી ડેમોન્સ્ટ્રેટર): આ એક સ્પેનિશ સ્ટાર્ટઅપનો 25 કિલોનો રી-એન્ટ્રી પ્રોટોટાઇપ સેટેલાઇટ છે. તેની ખાસિયત એ છે કે કામ પૂરું થયા બાદ તે દક્ષિણ પેસિફિક મહાસાગરમાં પાછો ફરશે અને સ્પ્લેશડાઉન (પાણીમાં ઉતરાણ) કરશે.

અન્ય વિદેશી ઉપગ્રહો: આ મિશનમાં ભારત ઉપરાંત મોરેશિયસ, લક્ઝમબર્ગ, UAE, સિંગાપોર, યુરોપ અને અમેરિકાના કોમર્શિયલ અને રિસર્ચ સેટેલાઇટ પણ સામેલ હશે.

PSLV: ઈસરોનો 'વર્ક હોર્સ'

PSLV રોકેટને ઈસરોનો 'વર્ક હોર્સ' એટલે કે સૌથી ભરોસાપાત્ર ઘોડો માનવામાં આવે છે. અત્યાર સુધીમાં PSLV ની 63 ઉડાન ભરાઈ છે. આ રોકેટે જ ચંદ્રયાન-1, મંગળ ઓર્બિટર મિશન અને આદિત્ય-L1 જેવા ઐતિહાસિક મિશન સફળ બનાવ્યા છે. વર્ષ 2017 માં એકસાથે 104 ઉપગ્રહો અવકાશમાં મોકલીને વર્લ્ડ રેકોર્ડ બનાવવાની સિદ્ધિ પણ આ જ રોકેટના નામે છે. હવે સૌની નજર 12 જાન્યુઆરીના રોજ થનારા આ શાનદાર લોન્ચિંગ પર ટકેલી છે.

આ પણ વાંચો- કાશ્મીર રાગ: OICએ ફરી ભારતની આંતરિક બાબતમાં કરી દખલ, કલમ 370 પાછી ખેંચવા અને જનમત સંગ્રહની કરી માગણી

MoneyControl News

MoneyControl News

First Published: Jan 09, 2026 2:13 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.