કાશ્મીર રાગ: OICએ ફરી ભારતની આંતરિક બાબતમાં કરી દખલ, કલમ 370 પાછી ખેંચવા અને જનમત સંગ્રહની કરી માગણી | Moneycontrol Gujarati
Get App

કાશ્મીર રાગ: OICએ ફરી ભારતની આંતરિક બાબતમાં કરી દખલ, કલમ 370 પાછી ખેંચવા અને જનમત સંગ્રહની કરી માગણી

OIC statement on Kashmir: મુસ્લિમ દેશોના સંગઠન OIC એ ફરી એકવાર કાશ્મીર મુદ્દે ભારતની આંતરિક બાબતમાં દખલગીરી કરી છે. સંગઠને 5 ઓગસ્ટ, 2019 ના નિર્ણયો રદ કરવા અને કાશ્મીરમાં જનમત સંગ્રહ યોજવાની માગણી કરી છે. જાણો વિગતે.

અપડેટેડ 02:00:12 PM Jan 09, 2026 પર
Story continues below Advertisement
OIC statement on Kashmir: કાશ્મીર મુદ્દે OIC એ ફરી ઝેર ઓક્યું

OIC statement on Kashmir: જમ્મુ-કાશ્મીરના મુદ્દે મુસ્લિમ દેશોના સૌથી મોટા સંગઠન, ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC) એ ફરી એકવાર પોતાની મર્યાદા ઓળંગી છે. વારંવાર પાકિસ્તાનના સૂરમાં સૂર પુરાવતા આ સંગઠને ભારતની આંતરિક બાબતોમાં દખલગીરી કરતા એક વિવાદાસ્પદ નિવેદન જાહેર કર્યું છે. OIC એ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના ભારતના નિર્ણયનો વિરોધ કર્યો છે અને ત્યાં ફરીથી જૂની સ્થિતિ સ્થાપિત કરવાની માગણી કરી છે.

OICની શું છે માંગણી?

57 દેશોના આ સમૂહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર 8 જાન્યુઆરી, 2026ના રોજ એક સત્તાવાર નિવેદન શેર કર્યું હતું. આ નિવેદનમાં તેમણે કાશ્મીરી લોકોના "આત્મનિર્ણયના અધિકાર"નું સમર્થન કરવાની વાત કરી છે. સંગઠને 5 જાન્યુઆરી, 1949 ના જૂના સંયુક્ત રાષ્ટ્ર (UN)ના પ્રસ્તાવનો હવાલો આપતા કહ્યું છે કે, કાશ્મીરમાં એક સ્વતંત્ર અને નિષ્પક્ષ જનમત સંગ્રહ (રેફરન્ડમ) થવો જોઈએ. OIC નું માનવું છે કે કાશ્મીરની જનતાને સંયુક્ત રાષ્ટ્રની દેખરેખ હેઠળ પોતાનું ભવિષ્ય નક્કી કરવાનો અધિકાર મળવો જોઈએ.


5 ઓગસ્ટ, 2019 ના નિર્ણયો પાછા ખેંચવા અપીલ

OIC એ પોતાના નિવેદનમાં ભારત સરકારના 5 ઓગસ્ટ, 2019ના ઐતિહાસિક નિર્ણયનો સીધો વિરોધ કર્યો છે. તેમણે અપીલ કરી છે કે આ તારીખે લેવાયેલા તમામ "એકતરફી નિર્ણયો", જેમાં કલમ 370 હટાવવાનો પણ સમાવેશ થાય છે, તેને તાત્કાલિક અસરથી પાછા ખેંચવામાં આવે.

સંગઠનના જનરલ સેક્રેટરિએટે કાશ્મીરી લોકો સાથે એકતા દર્શાવતા કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય સ્તરે જમ્મુ-કાશ્મીરની જે માન્યતા છે તેનું સન્માન થવું જોઈએ. આ સાથે જ તેમણે સંયુક્ત રાષ્ટ્ર (UN) ને પણ અપીલ કરી છે કે તેઓ જમ્મુ-કાશ્મીર સંબંધિત પોતાના જૂના પ્રસ્તાવોને લાગુ કરે અને સુરક્ષા પરિષદ (UNSC)ના નિયમો મુજબ આ વિવાદનો ઉકેલ લાવે.

ભારતનું વલણ અને OIC વિશે ટૂંકમાં

અત્રે ઉલ્લેખનીય છે કે, OIC એ 57 મુસ્લિમ દેશોનું એક આંતર-સરકારી સંગઠન છે, જે પોતાને મુસ્લિમ જગતનો અવાજ ગણાવે છે. જોકે, ભારતે ભૂતકાળમાં અનેકવાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જમ્મુ-કાશ્મીર એ ભારતનો અભિન્ન અને અતૂટ હિસ્સો છે.

ભારત સરકારનું સચોટ વલણ રહ્યું છે કે OIC જેવા કોઈ પણ સંગઠનને ભારતના આંતરિક મામલાઓમાં બોલવાનો કે દખલ કરવાનો કોઈ જ કાયદાકીય કે નૈતિક અધિકાર નથી. ભારત આવા નિવેદનોને ક્યારેય સ્વીકારતું નથી અને તેને સંપૂર્ણપણે ફગાવી દે છે.

આ પણ વાંચો- PM મોદીનો એક ફોન ન આવ્યો અને ટ્રમ્પનો ઈગો હર્ટ થયો? ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અટકવા પાછળનું ચોંકાવનારું કારણ!

MoneyControl News

MoneyControl News

First Published: Jan 09, 2026 2:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.