મન કી બાત: PM મોદીની 'હર ઘર તિરંગા' ની અપીલ, કારગિલ, વિક્રમ-1 અને સ્પોર્ટ્સ અંગે કહી આ મોટી વાતો | Moneycontrol Gujarati
Get App

મન કી બાત: PM મોદીની 'હર ઘર તિરંગા' ની અપીલ, કારગિલ, વિક્રમ-1 અને સ્પોર્ટ્સ અંગે કહી આ મોટી વાતો

PM મોદીએ 'મન કી બાત' ના 136મા એપિસોડમાં દેશવાસીઓને સંબોધિત કર્યા. કારગિલ શહીદોને શ્રદ્ધાંજલિ, વિક્રમ-1, ગીરના જંગલો અને 'હર ઘર તિરંગા' વિશે જાણો સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 12:10:15 PM Jul 26, 2026 પર
Story continues below Advertisement
જળ સંચય: 4 જુલાઈથી દેશભરમાં શરૂ થયેલા 'કેચ ધ રેન' અભિયાનનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ લોકોને વરસાદી પાણી બચાવવા અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા અપીલ કરી હતી.

Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' ના 136મા એપિસોડ દ્વારા દેશવાસીઓને સંબોધિત કર્યા છે. આ દરમિયાન પીએમ મોદીએ સ્પેસ સેક્ટરથી લઈને સ્પોર્ટ્સ, પર્યાવરણ સુરક્ષા અને દેશના સામાન્ય નાગરિકો દ્વારા કરવામાં આવેલા અનોખા પ્રયાસો પર વિસ્તૃત ચર્ચા કરી હતી.

કારગિલ શહીદોને નમન અને દેશની વધતી તાકાત

પીએમ મોદીએ 26 જુલાઈ એટલે કે 'કારગિલ વિજય દિવસ' ને યાદ કરતા વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમણે કહ્યું કે ખરાબ હવામાન અને દુર્ગમ પહાડીઓ જેવી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ આપણા જવાનોનો હોંસલો પડકારો કરતા મોટો હતો. આ ઉપરાંત, તેમણે સંરક્ષણ ક્ષેત્રે ભારતની વધતી શક્તિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે,, તાજેતરમાં 75 ટકા સ્વદેશી સામગ્રીથી બનેલું અત્યાધુનિક જહાજ 'INS મહેન્દ્રગિરિ' નૌસેનામાં સામેલ થયું છે. DRDO એ 'પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટ' અને 'કુશા મિસાઇલ' નું સફળ પરીક્ષણ કર્યું છે. સંરક્ષણ નિકાસમાં પણ દેશ આગળ વધી રહ્યો છે અને ઇન્ડોનેશિયા સાથે બ્રહ્મોસ તથા અસ્ત્ર મિસાઇલ માટે મોટો કરાર થયો છે.

સ્પેસ સેક્ટર અને શિક્ષણમાં યુવાનોનો ડંકો

ખાનગી ક્ષેત્ર દ્વારા વિકસાવવામાં આવેલા ભારતના પહેલા રોકેટ 'વિક્રમ-1' ના સફળ લોન્ચિંગને પીએમ મોદીએ ઐતિહાસિક ગણાવ્યું. તેમણે કહ્યું કે યુવા ઇનોવેટર્સે એ કામ કરી બતાવ્યું છે જેની પહેલા કલ્પના પણ મુશ્કેલ હતી. આ સાથે જ તેમણે શિક્ષણ ક્ષેત્રની વાત કરતા જણાવ્યું કે, ફિઝિક્સ ઓલિમ્પિયાડમાં ભારતના 5 વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ જીતીને પ્રથમ રેન્ક મેળવ્યો છે. કેમેસ્ટ્રી, બાયોલોજી અને મેથેમેટિક્સમાં પણ આપણા વિદ્યાર્થીઓએ ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.


રમતગમત અને સંસ્કૃતનો અનોખો સંગમ

કોમનવેલ્થ ગેમ્સ અને સ્પોર્ટ્સમાં ભારતીય યુવાનોની સિદ્ધિઓ વખાણતા પીએમ મોદીએ કહ્યું કે, પીવી સિંધુ જાપાન ઓપન જીતનારી પ્રથમ ભારતીય બની છે. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પણ લંડનના લોર્ડ્સ મેદાન પર પોતાની પહેલી ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે. આ ઉપરાંત તેમણે કેરળના એર્ણાકુલમમાં ચાલતા 'અક્ષરકંદુક' પ્રોજેક્ટની પ્રશંસા કરી હતી, જ્યાં પ્રોફેસર અભિલાષ ફૂટબોલની રમતના શબ્દોનો ઉપયોગ કરીને બાળકોને ખૂબ જ સરળતાથી અને આનંદપૂર્વક સંસ્કૃત શીખવી રહ્યા છે.

પર્યાવરણ, જળ સંચય અને 'વોકલ ફોર લોકલ'

જળ સંચય: 4 જુલાઈથી દેશભરમાં શરૂ થયેલા 'કેચ ધ રેન' અભિયાનનો ઉલ્લેખ કરી પીએમ મોદીએ લોકોને વરસાદી પાણી બચાવવા અને ગ્રાઉન્ડ વોટર રિચાર્જ કરવા અપીલ કરી હતી.

અમદાવાદનો વર્લ્ડ રેકોર્ડ: અમદાવાદના ભાડજ વિસ્તારમાં જનભાગીદારીનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. અહીં માત્ર 1 કલાકમાં 25 હજારથી વધુ લોકોએ 3.5 લાખ રોપા વાવીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે.

ગીરનું ઘરેણું: ગુજરાતના ગીરના જંગલોમાં 60 વર્ષ બાદ ફરીથી 'ઇન્ડિયન ગ્રે હોર્નબિલ' પક્ષીએ પોતાનો માળો બનાવ્યો છે, જે પર્યાવરણ સંરક્ષણનું શાનદાર પરિણામ છે.

સ્થાનિક રોજગારી: પીએમ મોદીએ ઉત્તર પ્રદેશના બિજનૌરની મહિલાઓ દ્વારા માત્ર 1 લાખ રૂપિયાના ખર્ચે શરૂ કરાયેલી 'વિદુર પ્રેરણા સ્વદેશી હર્બલ ટી'અને કાશ્મીરની પારંપરિક 'વગૂ' ચટાઈ બનાવતા ગુલામ હુસૈન તથા તેમની દીકરી તંજીલાના પ્રયાસોને બિરદાવ્યા હતા.

'હર ઘર તિરંગા' ની અપીલ

કાર્યક્રમના અંતે પીએમ મોદીએ તમામ દેશવાસીઓને ખાસ અપીલ કરતા કહ્યું કે, ગયા વર્ષોની જેમ આ વર્ષે પણ આપણે 'હર ઘર તિરંગા' અભિયાનમાં પૂરા ઉત્સાહથી જોડાવું છે અને પોતાના ઘર પર પૂરા સન્માન સાથે તિરંગો ફરકાવવાનો છે.

આ પણ વાંચો-કારગિલ વિજય દિવસ: દ્રાસથી રક્ષા મંત્રી રાજનાથ સિંહની ગર્જના, પાકિસ્તાનને આપી ખુલ્લી ચેતવણી, જાણો PM મોદી સહિતના નેતાઓએ શું કહ્યું

MoneyControl News

MoneyControl News

First Published: Jul 26, 2026 12:10 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.