Bangkok pub fire : થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાંથી એક અત્યંત દુઃખદ અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સોમવારે વહેલી સવારે બેંગકોકના એક પબમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. આ હૃદયદ્રાવક ઘટનામાં 27 લોકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 63 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાના કેટલાક ભયાનક વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે.
અડધા કલાકમાં જ આગ પર કાબૂ
અધિકારીઓએ આપેલી માહિતી મુજબ, આગ લાગવાની આ દુર્ઘટના સોમવારે મધ્યરાત્રિની આસપાસ બની હતી. પબમાં અચાનક આગ લાગતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટર્સને આગ પર કાબૂ મેળવવામાં લગભગ અડધો કલાકનો સમય લાગ્યો હતો. જોકે, આગ એટલી ભયાનક હતી કે ત્યાં સુધીમાં મોટું નુકસાન થઈ ચૂક્યું હતું. આગ ઓલવાયા બાદ સામે આવેલી તસવીરોમાં પબની અંદરના ટેબલ, ખુરશીઓ અને ઈન્ટીરિયર સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયેલું જોવા મળે છે.
જીવ બચાવવા દોડતા લોકોનો વીડિયો વાયરલ
થાઈલેન્ડના વડાપ્રધાનનું નિવેદન
આ ગંભીર દુર્ઘટના અંગે થાઈલેન્ડના વડાપ્રધાન અનુતિન ચર્નવિરાકુલે ઘટનાસ્થળે પહોંચીને મીડિયાને માહિતી આપી હતી. તેમણે પુષ્ટિ કરી છે કે,, આ દુર્ઘટનામાં 27 લોકોએ જીવ ગુમાવ્યા છે. અન્ય તમામ 63 ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પબમાં આગ કયા કારણોસર લાગી તેની સઘન તપાસ ચાલી રહી છે.