IMD Weather Alert: દેશના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસું જમાવટ કરી રહ્યું છે અને ઘણા રાજ્યોમાં કાળાડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 13 જુલાઈ 2026 માટે હવામાનનું લેટેસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.
IMD Weather Alert: દેશના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે ચોમાસું જમાવટ કરી રહ્યું છે અને ઘણા રાજ્યોમાં કાળાડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા 13 જુલાઈ 2026 માટે હવામાનનું લેટેસ્ટ બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર-પૂર્વ બિહાર, દક્ષિણ બાંગ્લાદેશ અને ઉત્તર-પૂર્વ અસમ પર અલગ-અલગ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે જ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ બનેલું છે. આ તમામ સિસ્ટમની સંયુક્ત અસરને કારણે આજે બિહાર, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને અસમ સહિત દેશના લગભગ 13 રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને તેજ આધી-તોફાનનું એલર્ટ આપવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં મૂશળધાર વરસાદનું એલર્ટ
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે દેશના કેટલાક મુખ્ય રાજ્યોમાં સાંબેલાધાર વરસાદ પડવાની પૂરી શક્યતા છે. આ રાજ્યોની યાદી નીચે મુજબ છે,,,
બિહાર
ગંગા કિનારાના પશ્ચિમ બંગાળના વિસ્તારો
અસમ અને મેઘાલય
આ રાજ્યોમાં ખરાબ હવામાનને જોતા લોકોને ખાસ સતર્ક રહેવા અને પાણી ભરાયેલા વિસ્તારોમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.
યુપી અને ઉત્તરાખંડ સહિત આ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
IMD ના બુલેટિન મુજબ, માનસૂની પવનોને કારણે આજે દેશના અન્ય ઘણા ભાગોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેમાં આ રાજ્યોનો સમાવેશ થાય છે.
પૂર્વ ઉત્તર પ્રદેશ
ઉત્તરાખંડ
હિમાલયની તળેટીવાળા પશ્ચિમ બંગાળના વિસ્તારો અને સિક્કિમ
ઓડિશા
અરુણાચલ પ્રદેશ
નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા
આંધી-તોફાન, વીજળી અને તેજ પવનોની આગાહી
માત્ર વરસાદ જ નહીં, હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં ગાજવીજ સાથે વીજળી પડવાની અને તોફાની પવનો ફૂંકાવાની પણ ચેતવણી આપી છે.
40 થી 50 કિમીની ઝડપે પવન: આંદામાન અને નિકોબાર ટાપુઓ તેમજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખના અમુક વિસ્તારોમાં 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે અને વીજળી પડવાની સંભાવના છે.
30 થી 40 કિમીની ઝડપે પવન: બિહાર, ઝારખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં આંધી-તોફાન સાથે 30 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ શકે છે.
વીજળી પડવાની ચેતવણી: ઉત્તરાખંડ, છત્તીસગઢ, પૂર્વ મધ્ય પ્રદેશ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે આકાશી વીજળી પડવાની ચેતવણી અપાઈ છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણાના જમીની વિસ્તારોમાં પણ ભારે પવનો ફૂંકાઈ શકે છે.
આંધ્રમાં હીટવેવ અને ઓડિશા-તમિલનાડુમાં બફારો
એક તરફ જ્યાં દેશના ઘણા વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, તો બીજી તરફ કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં આકરો તડકો અને બફારો લોકોને પરેશાન કરશે. આજે કોસ્ટલ આંધ્રપ્રદેશના અમુક ભાગોમાં લૂની સ્થિતિ જોવા મળી શકે છે. જ્યારે ઓડિશા, તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં હવામાન ખૂબ જ ગરમ અને ભેજવાળું રહેશે.
માછીમારો માટે ખાસ ચેતવણી
દરિયામાં ખરાબ હવામાનને કારણે માછીમારોને ઊંડા દરિયામાં ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.અરબી સમુદ્ર, સોમાલિયા, ઓમાનના દરિયાકાંઠે અને ઉત્તર ગુજરાતના દરિયાકાંઠે 45 થી 55 કિમી/કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે, જે વધીને 65 કિમી/કલાક સુધી પણ પહોંચી શકે છે. ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠા વિસ્તારો અને આંદામાન સાગરમાં 40 થી 50 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે, જે 60 કિમી/કલાકની ઝડપ પકડી શકે છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.