દેશભરમાં મેઘરાજાનું તાંડવ ચાલુ છે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદે પૂરની સ્થિતિ સર્જી છે. ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓનું જળસ્તર ખતરાની હદે પહોંચ્યું છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ વિનાશના દૃશ્યો સર્જાયા છે.
દેશભરમાં મેઘરાજાનું તાંડવ ચાલુ છે. ગુજરાત, રાજસ્થાન અને પંજાબ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદે પૂરની સ્થિતિ સર્જી છે. ઉત્તર પ્રદેશમાં ગંગા અને યમુના નદીઓનું જળસ્તર ખતરાની હદે પહોંચ્યું છે, જ્યારે હરિયાણા અને ઉત્તરાખંડમાં પણ વિનાશના દૃશ્યો સર્જાયા છે.
ગુજરાતમાં જળબંબાકાર, રસ્તાઓ બન્યા તળાવ
ગુજરાતના બનાસકાંઠા અને વલસાડ જેવા જિલ્લાઓમાં ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો છે. શહેરોના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે, જાણે તળાવો બની ગયા હોય. ગામડાઓમાં પણ પાણી ઘૂસી જતાં લોકોનું જનજીવન ખોરવાયું છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતમાં આજે 8 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી કરી છે, જેના કારણે એલર્ટ જારી કરાયું છે.
રાજસ્થાનમાં અસામાન્ય વરસાદ, ઉદયપુર-ધોલપુરમાં પૂર
રાજસ્થાન, જે સામાન્ય રીતે પાણીની અછતનો સામનો કરે છે, ત્યાં આ વખતે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. ઉદયપુર અને ધોલપુરમાં રસ્તાઓ પર ઘૂંટણસમું પાણી ભરાયું છે. શહેરોમાં ટ્રાફિક ખોરવાયો છે અને લોકો પાણીમાં ફસાયા છે. હવામાન વિભાગે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
પંજાબમાં વિનાશ, 46 લોકોના મોત
પંજાબમાં પૂરનો કહેર ચરમસીમાએ છે. રાજ્યના 23 જિલ્લાઓમાં લગભગ 2000 ગામો પાણીમાં ડૂબી ગયા છે. આ દુર્ઘટનામાં 46 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 1.75 લાખ હેક્ટર પાક નાશ પામ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 સપ્ટેમ્બરે ગુરદાસપુરની મુલાકાતે જશે અને પૂર પીડિતોને મળશે.
હવામાન વિભાગની ચેતવણી
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનમાં નીચા દબાણના કારણે 8 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તરાખંડ, ઓડિશા, મધ્ય પ્રદેશ, મેઘાલય અને તમિલનાડુમાં પણ આજે ભારે વરસાદનું એલર્ટ છે.
આ આફતના સમયમાં, સ્થાનિક વહીવટ અને રાહત ટીમો લોકોની મદદ માટે કામે લાગી છે. નાગરિકોને સલામત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે, અને રાહત કાર્યો ઝડપથી ચાલી રહ્યા છે.
પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ, Stock Tips, સમાચાર, પર્સનલ ફાઇનાન્સ અને બિઝનેસ સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App ડાઉનલોડ કરો.