કેન્દ્ર સરકારે 3 સપ્ટેમ્બર 2025ના રોજ ગાડીઓ પર લાગુ થતા GST દરમાં ફેરફારની જાહેરાત કરી. નવા નિયમ મુજબ, 1500 CCથી વધુ એન્જિન ક્ષમતા ધરાવતી ગાડીઓ પર હવે 28%ના બદલે 40% GST લાગશે. જોકે, અગાઉ લાગતું 22% સેસ હવે સંપૂર્ણપણે હટાવી દેવાયું છે. આનાથી કુલ ટેક્સ 50%થી ઘટીને 40% થયો છે, જેનો સીધો ફાયદો ગાડીઓની કિંમતમાં ઘટાડા રૂપે મળશે. આ નવો GST સ્લેબ 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે.