‘ઓપરેશન સિંદૂર' પછી પહેલીવાર ભારત આવ્યા પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિક! સિંધુ જળ કરાર મુદ્દે આપી હતી હાથ કાપી નાખવાની ધમકી
Pakistan Minister Musadik Malik India Visit: નવી દિલ્હીમાં યોજાનારા SCO સંવાદમાં ભાગ લેવા પાકિસ્તાનના મંત્રી મુસાદિક મલિક ભારત પહોંચ્યા છે. 'ઓપરેશન સિંદૂર' બાદ કોઈ પાકિસ્તાની મંત્રીની આ પ્રથમ ભારત મુલાકાત છે. જાણો વિગત.
ખાસ વાત એ છે કે ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પછી આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે પાકિસ્તાનના કોઈ મંત્રી ભારતના પ્રવાસે આવ્યા છે. આ પહેલા વર્ષ 2023 માં ગોવા ખાતે યોજાયેલી SCO ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે બિલાવલ ભુટ્ટો ભારત આવ્યા હતા.
Pakistan Minister Musadik Malik India Visit: રાજધાની દિલ્હીમાં આજથી 'SCO સિવિલાઈઝેશનલ ડાયલોગ' (SCO Civilizational Dialogue - શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સભ્યતા સંવાદ) ની શરૂઆત થવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના મંત્રી મુસાદિક મસૂદ મલિક ભારત આવી પહોંચ્યા છે.
ખાસ વાત એ છે કે ભારતીય સેનાના 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) પછી આ પહેલો એવો પ્રસંગ છે જ્યારે પાકિસ્તાનના કોઈ મંત્રી ભારતના પ્રવાસે આવ્યા છે. આ પહેલા વર્ષ 2023 માં ગોવા ખાતે યોજાયેલી SCO ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે બિલાવલ ભુટ્ટો ભારત આવ્યા હતા.
સિંધુ જળ કરારને લઈને આપી હતી ‘હાથ કાપી નાખવાની' ધમકી
નવી દિલ્હીમાં 20 થી 22 નવેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ પ્રથમ SCO સભ્યતા સંવાદ મંચમાં કુલ 15 દેશોના પ્રતિનિધિઓ ભાગ લેવાના છે. ભારતમાં આવેલા પાકિસ્તાન હાઈકમિશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, પાકિસ્તાનના જળવાયુ પરિવર્તન અને પર્યાવરણ સંકલન મંત્રી ડો. મુસાદિક મસૂદ મલિક પાકિસ્તાની પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરવા દિલ્હી પહોંચ્યા છે.
ઉલ્લેખનીય છે કે ભારત આવેલા આ જ પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકે અગાઉ ભારત-પાકિસ્તાન વચ્ચેના 'સિંધુ જળ કરાર' (Indus Waters Treaty) ના મુદ્દે ભારત વિરુદ્ધ ઝેર ઓકતા હાથ કાપી નાખવા સુધીની ધમકી આપી હતી.
અમેરિકાથી રાહુલ ગાંધીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો: 'લોહી અને વાતચીત એકસાથે ન ચાલી શકે'
એક તરફ પાકિસ્તાની મંત્રી દિલ્હી આવ્યા છે, ત્યારે બીજી તરફ અમેરિકાના પ્રવાસે ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આતંકવાદના મુદ્દે પાકિસ્તાનની પોલ ખોલીને તેને અરીસો બતાવી દીધો છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં સંદેશ આપ્યો છે કે જ્યાં સુધી પાકિસ્તાન ભારતમાં આતંકવાદ ફેલાવવાનું ચાલુ રાખશે, ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત શક્ય નથી. તેમણે કહ્યું કે લોહી વહેવડાવવું અને વાતચીત કરવી એ બંને કામ એકસાથે ચાલી શકે નહીં, વાતચીત કરવા માટે પાકિસ્તાને પહેલા આતંકવાદ બંધ કરવો પડશે.
Federal Minister for Climate Change and Environmental Coordination @DrMusadikMalik arrived in New Delhi today. He was received at the Airport by the Chargé d'Affaires @Saadawarraich.
@ForeignOfficePk @epwing_official @MoIB_Official https://t.co/hpCOS8Ho0K — Pakistan High Commission India (@PakinIndia) November 20, 2026
હકીકતમાં, અમેરિકામાં એક કાર્યક્રમ દરમિયાન એક પાકિસ્તાની નાગરિકે રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો કે, "હું પાકિસ્તાનથી છું, શું ભારત અને પાકિસ્તાન માટે એકબીજા પર આરોપ-પ્રત્યારોપ કરવાથી આગળ વધીને સાથે મળીને કામ કરવાની કોઈ શક્યતા છે?"
આ સવાલનો સચોટ જવાબ આપતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "શક્યતા તો છે, પરંતુ તેમાં એક બહુ મોટી સમસ્યા છે અને તે એ છે કે પાકિસ્તાન અમારા દેશ (ભારત) માં આતંકવાદને સમર્થન આપે છે અને તેને પ્રોત્સાહન આપે છે. આ બાબત અમને બિલકુલ સ્વીકાર્ય નથી. જ્યાં અમારા નિર્દોષ લોકો માર્યા જઈ રહ્યા હોય અને બીજી બાજુ અમે પાકિસ્તાન સાથે બેસીને વાતચીત કરતા હોઈએ, આવી સ્થિતિ સ્વીકારવી અમારા માટે અશક્ય છે. તેથી જે ક્ષણે પાકિસ્તાન તરફથી આતંકવાદ બંધ થશે, ત્યારે જ વાતચીત શરૂ થવાની શક્યતા બની શકે છે."