Puri Jagannath Temple: શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ દાન અને આવકનો પૂરો હિસાબ પારદર્શક રીતે જાહેર કર્યો છે. જાણો ભગવાન જગન્નાથના બેંક ખાતામાં જમા 1912 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા અને ક્યાં વપરાય છે.
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિંદ કુમાર પાઢીએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે મંદિરના તમામ આર્થિક વ્યવહારો એકદમ પારદર્શક રીતે સંભાળવામાં આવે છે. મંદિરમાં નિયમિત એકાઉન્ટિંગ અને સમયસર ઓડિટની કડક પ્રક્રિયાઓનું પાલન થાય છે, જેથી દુનિયાભરના ભક્તોનો વિશ્વાસ અતૂટ રહે.
Puri Jagannath Temple: તાજેતરમાં અયોધ્યાના રામ મંદિરમાં મળેલા દાન અંગે કેટલાક વિવાદો અને આક્ષેપો સામે આવ્યા છે. આ માહોલ વચ્ચે, ઓડિશાના પુરી સ્થિત શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA) એ એક ખૂબ જ સકારાત્મક અને પારદર્શક પગલું ભર્યું છે. મંદિર પ્રશાસને પોતાની બેંકમાં જમા રકમ અને કમાણીનો પૂરો રિપોર્ટ સાર્વજનિક કરી દીધો છે. લેટેસ્ટ આંકડાઓ મુજબ, ભગવાન જગન્નાથના બેંક ખાતાઓમાં અત્યારે લગભગ 1912 કરોડ રૂપિયા જમા છે.
હિસાબમાં સંપૂર્ણ પારદર્શિતા
શ્રી જગન્નાથ મંદિર પ્રશાસન (SJTA)ના મુખ્ય પ્રશાસક અરબિંદ કુમાર પાઢીએ એક લેખિત નિવેદનમાં જણાવ્યું છે કે મંદિરના તમામ આર્થિક વ્યવહારો એકદમ પારદર્શક રીતે સંભાળવામાં આવે છે. મંદિરમાં નિયમિત એકાઉન્ટિંગ અને સમયસર ઓડિટની કડક પ્રક્રિયાઓનું પાલન થાય છે, જેથી દુનિયાભરના ભક્તોનો વિશ્વાસ અતૂટ રહે.
મંદિરની આવકના મુખ્ય સ્ત્રોત કયા છે?
જગન્નાથ મંદિરની આવક માત્ર ભક્તોના દાન પર જ નિર્ભર નથી. તેની કમાણીના મુખ્ય સ્ત્રોત નીચે મુજબ છે:
* ભક્તો દ્વારા આપવામાં આવતું રોકડ દાન અને ચઢાવો
* મંદિરની માલિકીની ખાણોમાંથી થતી કમાણી
* બેંકની ફિક્સ ડિપોઝિટ (FD) પર મળતું વ્યાજ
* મંદિરની જમીનોના વેચાણ અને લેવડ-દેવડથી થતી આવક
* રાજ્ય સરકાર તરફથી મળતી ગ્રાન્ટ
કેવી રીતે થાય છે ફંડનું મેનેજમેન્ટ?
મંદિરને મળતી આવકનો એક મોટો હિસ્સો 'કોર્પસ ફંડ' તરીકે ફિક્સ ડિપોઝિટ (FD) માં સુરક્ષિત રાખવામાં આવે છે. આ ઉપરાંત, એક અલગ હિસ્સો 'ફાઉન્ડેશન ફંડ' માટે રિઝર્વ રખાય છે. બાકી બચેલા રૂપિયાને મંદિરના રેગ્યુલર ફંડ એકાઉન્ટમાં રાખવામાં આવે છે. આ ફંડનો ઉપયોગ મંદિરની રોજિંદી પૂજા-પાઠ, ધાર્મિક વિધિઓ અને વહીવટી ખર્ચાઓને પહોંચી વળવા માટે થાય છે. જો ખર્ચ બાદ કોઈ વધારાની રકમ બચે, તો તેને પણ ભગવાનની સંપત્તિ સુરક્ષિત કરવા માટે FD માં ફેરવી દેવાય છે.
બેંક એકાઉન્ટની સ્થિતિ
લેટેસ્ટ માહિતી મુજબ, 31 ઓગસ્ટ સુધીમાં SJTA પાસે કુલ 1912 કરોડ રૂપિયાની બેંક સંપત્તિ જમા છે. આમાંથી કોર્પસ, ફાઉન્ડેશન અને મંદિરની જમા રકમ જેવા ત્રણ મુખ્ય ભાગોમાં 1811 કરોડ, 9 લાખ અને 58 હજાર રૂપિયા રાખવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ જંગી રકમમાં જૂન 2024 માં ઓડિશા સરકાર દ્વારા કોર્પસ ફંડમાં આપવામાં આવેલા 500 કરોડ રૂપિયાનું પણ યોગદાન છે. આ ઉપરાંત, અરબિંદ કુમાર પાઢીએ જણાવ્યું કે, મંદિરના સેવિંગ્સ, કરંટ અને ફ્લેક્સી એકાઉન્ટ્સમાં હાલમાં 100 કરોડ, 70 લાખ, 66 હજાર અને 868 રૂપિયા રોકડા જમા છે.
રોજેરોજ થાય છે દાનપેટીની ગણતરી
ભક્તોનો વિશ્વાસ જાળવી રાખવા માટે મંદિરમાં મુકાયેલી દાનપેટી (હૂંડી) માંથી મળતી રકમની ગણતરી દરરોજ કરવામાં આવે છે. આ ગણતરીનો આંકડો તરત જ ઓફિશિયલ નોટિસ બોર્ડ અને ડિજિટલ પ્લેટફોર્મ પર મૂકી દેવાય છે. ડિજિટલ દાનને પ્રોત્સાહન આપવા માટે 15 જુલાઈના રોજ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ 'સમર્પણ' નામનું ડિજિટલ પ્લેટફોર્મ લોન્ચ કર્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ભક્તોએ ઓનલાઈન સિસ્ટમ દ્વારા 56.7 લાખ રૂપિયાનું દાન આપ્યું છે.
ભૂતકાળમાં બનેલી ચોરીની નાની ઘટનાઓ
મંદિરના ફંડનો કોઈ દુરુપયોગ થયો હોવાનો આજદિન સુધી કોઈ મોટો આરોપ નથી. જોકે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 25 વર્ષમાં રોકડ, ઘરેણાં અને મૂર્તિઓ ચોરાવાની લગભગ 7 જેટલી નાની ઘટનાઓ બની છે. ઉદાહરણ તરીકે, 7 ફેબ્રુઆરી 2024 ના રોજ દાનની ગણતરી ચાલી રહી હતી ત્યારે પ્રદીપ કુમાર મહાપાત્રા નામનો ક્લાર્ક 31940 રૂપિયા ચોરતો CCTVમાં ઝડપાઈ ગયો હતો. અગાઉ 15 જુલાઈ 2023 ના રોજ સુશાંત કુમાર રાઉતરાય નામના પટાવાળાને પણ ગણતરી વખતે 800 રૂપિયા ચોરવાના આરોપસર પકડવામાં આવ્યો હતો. જોકે, પ્રશાસનની કડક નજરને કારણે આવી ઘટનાઓ પર તરત જ કાર્યવાહી કરવામાં આવે છે.